લખનૌ, તા.14 એપ્રિલ 2020, મંગળવાર
લોકડાઉન વચ્ચે પણ કેટલાક ગુનાઈત માનસ ધરાવતા તત્વો સખણા રહી રહ્યા નથી.
કેટલાક પોલીસ પર પથ્થમારો કરી રહ્યા છે તો કેટલાક મેડિકલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી રહયા છે.આ પ્રકારની સ્થિતિ વચ્ચે યુપીના બલિયામાં કેટલાક તત્વોએ કોરોના અંગે ગભરાટ ફેલાવવાની શરમજનક હરકત કરી છે.
અહીંયા રોડ પર કેટલીક જગ્યાએ કેટલાક અસામાજિક તત્વોએ 10-10 રુપિયાની નોટ સાથે ‘ હું કોરોના છું અને મહોલ્લામાં ફેલાવીશ…’ તેવુ લખાણ લખેલી ચબરખીઓ પણ ફેંકતા આ વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.વાતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ચબરખીઓ કબજે કરી હતી. પોલીસનુ કહેવુ છે કે,ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરનારા તત્વોને શોધી કાઢીને આકરી કાર્યવાહી કરવામાં આવશે.