આવતીકાલથી માર્કેટ યાર્ડ ધમધમતા થશે: ગુજરાત સરકારનો નિર્ણય

1106

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે રાજ્યના માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે તમામ માર્કેટ યાર્ડના ચેરમેન સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી અને આવતીકાલથી રાજ્યના માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આ માટે દરેક જિલ્લા કક્ષાએ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.જે આ માર્કેટ યાર્ડ કયારે શરૂ કરવા અને કેવી રીતે શરૂ કરવા તે અંગેની રણનીતિ આખરી કરશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારના જણાવ્યાનુસાર આ જિલ્લા કક્ષાની સમિતિનાં અધ્યક્ષ જિલ્લા રજિસ્ટ્રાર રહેશે.બાગાયત અધિકારી, ખેતીવાડી અધિકારી,બજાર સમિતિનાં સભ્યોને સમાવવામાં આવશે.ખેડૂતોની જણશની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને નિયત દિવસે માર્કેટ યાર્ડમાં માલનું વેચાણ કરી શકશે. જરૂર પડયે વેપારી સીધા ખેડૂતોના ખેતર પરથી માલ ઉતારી શકશે.ખેડૂતોને વેચાણને લઈ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક, સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા માર્કેટ યાર્ડ મારફતે કરવામાં આવશે.

માર્કેટ યાર્ડ શરૂ કરવાની બાબતમાં સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,જિલ્લાની પરિસ્થિતિ મુજબ અધિકારીઓએ માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવશે અને આ માર્કેટ યાર્ડ કયારે શરૂ કરવા તેની આખરી સત્તા આપવામાં આવી છે.કોરોના જયાં છે ત્યાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે.
શકય હોય ત્યાં સુધી ખેડૂતો સેમ્પલ બતાવીને સીધો જ માલ વેચાણ કરે અને પારદર્શક રીતે થાય તેથી માલના લોર્ડિંગ અને અનલોર્ડિગનો સવાલ ઉભો ન થાય તે રીતે કામ કરશે.બોટનલાઈન સંક્રમણ ન થાય તે રીતે ખેડૂતો માલ વેચવાની તક મળે તે રીતે આવતીકાલથી ગમે ત્યારે જિલ્લા સમિતિ માર્કેટ યાર્ડ શરૂ કરાવી શકશે.દરેક જિલ્લામાં પ્રોફેટ પેટર્ન હોય તે રીતે ઘઉં, ચણા,રાયડા જેવી પાકની જણસી પ્રમાણે પારદર્શક રીતે પુરતા ભાવો મળે તે હેતુસર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું અશ્ર્વિનીકુમારે જણાવ્યું છે.વધુમાં ટૂંકમાં કહીએ તો ખેડૂતો સીધો જ માલ વેપારીને વહેંચશે પરિણામે માલના લોર્ડિંગ અને અનલોર્ડિંગના પ્રશ્ર્નો ઉભા ન થાય.

Share Now