મહારાષ્ટ્રમાં ૧૨૧ ,રાજસ્થાનમાં ૪૫ નવા કેસ : દેશમાં કોરોનાના કુલ ૧૦,૭૫૨ કેસ : ૩૬૦ના મોત

562

– પ.બંગાળમાં ૩૮ નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૧૯૦ : અત્યાર સુધીમાં કુલ ૨૮૭ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી,તા.૧૪: દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.૨૭ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે.ત્યારે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.ત્યાં સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.આજે મહારાષ્ટ્રમાં ૧૨૧ કેસ સામે આવ્યા છે.રાજ્યમાં દર્દીઓની સંખ્યા ૨૪૫૫ પર પહોંચી છે.આ ૧૨૧ કેસોમાં મુંબઇમાં ૯૨,નવી મુંબઇમાં ૧૩,થાણેમાં ૧૦ અને પાલઘરમાં ૫ અને એક રાયગઢમાંથી છે.

બીજી બાજુ ધારાવીમાં આજે વધુ બે મોત થયા છે.તેની સાથે રાજ્યમાં મૃત્યુઆંક ૧૬૨ પહોંચી ગયો છે.યુપીમાં પણ કોરોનાની અસર તેજીથી ફેલાય રહી છે.યુપીમાં ૨૪ કલાકમમાં ૧૪૭ નવા સંક્રમિત મળવાથી રાજ્યમાં દર્દીની સંખ્યા ૬૪ં૬ થઇ ગઇ છે.યુપીમાં કોરોનાનું સંક્રમણ ૪૩ જીલ્લામાં ફેલાયેલુ છે. રાજ્યમાં ગઇ કાલે ત્રણના મૃત્યુ થયા.કોરોનાથી અત્યાર સુધીમાં ૮ના મોત થયા છે.યુપીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૪૬ સુધી પહોંચ્યા છે.તેમાં ૩૮૯ જમાતી છે.રાજસ્થાનમાં કોરોના દર્દીનો આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે.રાજસ્થાનમાં કોરોના દર્દીની જયપુર શહેરમાંથી છે.આજે રાજસ્થાનમાં સૌથછ વધુ ૪૫ નવા કેસ સામે આવ્યા છે.આ દરેક કેસ જયપુરથી છે.જયપુરમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૪૨૦ પહોંચી છે.રાજસ્થાન સરકાર સંક્રમિણોને કાબુમાં લેવા માટે રાજ્યને ચાર ઝોનમાં વેંચવાની તૈયારી કરી રહી છે.

મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે.પોઝીટીવ કેસની સંખ્યા ૭૩૧ પર પહોંચી છે.રાજ્યમાં મૃત્યુઆંક ૫૦ સુધી પહોંચી ગયો છે.તેમાં સૌથી વધુ ૩૫ મોત ઇન્દોરમાંથી છે.મધ્યપ્રદેશ દેશમાં બીજુ એવું રાજ્ય બની ગયું છે.જ્યા મૃત્યુઆંક ૫૦ને પાર ચાલી ગયો છે.મહારાષ્ટ્રમાં ૧૬૦ લોકોના મોત થયા છે.તેમાંથી ફકત મુંબઇમાં જ ૧૯૦ના મોત થયા છે.આંધ્રપ્રદેશમાં આજે ૩૪ નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૪૭૩એ પહોંચી ગઇ છે.તેમજ અત્યાર સુધીમાં ૯ના મોત થયા છે.સૌથી વધુ કેસ ગંતુર જીલ્લામાં નોંધાયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦ હજારને પાર થઈ ગઈ છે.સોમવારે સંક્રમણના ૧ હજાર ૨૨૪ કેસ સામે આવ્યા હતા.તો બીજી બાજુ સોમવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૩૫૨,રાજસ્થાનમાં ૯૩ અને ઉત્તરપ્રદેશમાં ૭૫ નવા કેસ સામે આવ્યા હતા.સાથે જ મધ્યપ્રદેશમાં ૫૨,ગુજરાતમાં ૫૬, જયારે બિહારમાં ૨ અને આસામમાં ૧ દર્દી મળી આવ્યા હતા.જેની સાથે હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧૦૪૫૩ થઈ ગઈ છે.

Share Now