ઇટાલીમાં 24 કલાકમાં 566 મોત, કુલ મૃત્યુઆંક 20 હજારને પાર

295

– સારવાર કરી રહેલા 100 વધુ ડોક્ટર્સના મોત, 10 હજારથી વધુ સ્વાસ્થ કર્મીઓમાં કોરોના ફેલાયો
– અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં કોરોના વાયરસના લીધે 10 હજારથી વધુ લોકોના મોત

એજન્સી, રોમ

ઇટાલીમાં કોરોના વાયરસથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે.દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા પછી ઇટાલીમાં કોરોનાએ ભારે તબાહી મચાવી છે.વિતેલા 24 કલાકમાં અહીં 566 લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી બેઠા છે.

ઇટાલીમાં અત્યાર સુધી 20465 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે 160000થી વધારે લોકોમાં ચેપ લાગી ચૂક્યો છે.જોકે અહીં દર્દીઓની સંખ્યામાં એક પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે.વિતેલા 10 દિવસ દરમિયાન અહીં કેસો ઓછા થયા છે.જોકે કોરોના સામેની જંગમાં ઇટાલી માટે મોટી સમસ્યા એ પણ રહી કે મોટા પ્રમાણમાં એના સ્વાસ્થ કર્મીઓ કોરોના વાયરસનો શિકાર બન્યા છે.અહીં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા 100થી વધારે ડોક્ટર્સ પોતાનો જીવ ગુમાવી બેઠા છે.જ્યારે 10 હજારથી વધારે સ્વાસ્થ કર્મચારીઓમાં કોરોના ચેપ ફેલાઇ ગયો છે.

ઇટાલી સિવાય યુરોપીયન દેશ સ્પેન પણ કોરોના મહામારીની ઝપેટમાં છે,અહીં કેસોની સંખ્યા સતત વધી રહી છે.સ્પેનમાં વિતેલા 24 કલાકમાં 547 લોકોની મોત થઇ છે જેનાથી કુલ મૃત્યુઆક વધીને 17756 પહોંચ્યો છે.કુલ કેસોનો આંકડો 170099 થયો છે.

દુનિયામાં પાંચ એવા દેશો છે જ્યાં કોરોના વાયરસથી મોતનો આંકડો દસ હજારને પાર પહોંચી ગયો છે,અમેરિકા,ઇટાલી,સ્પેન,ફ્રાન્સ અને બ્રિટનમાં કોરોના વાયરસના લીધે 10 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

Share Now