– પરમીટની હોટલો પણ બંધ : કવોટા મેળવવા તરફડિયા
લોકડાઉનને લીધે મોટાભાગની હોટલો બંધ હોવાથી પરમિટના દારૂનું વેચાણ બંધ થઈ ગયું છે.જેના લીધે પરમિટધારકોને દારૂ મળતો નથી.જેના લીધે કેટલાક પરમિટધારકો દારૂ મેળવવા માટે બુટલેગરોને આજીજી કરી રહ્યો છે.તો કેટલાક પરમિટધારકો દેશી દારૂ મેળવીને વ્યસનનું સેવન કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ બુટલેગરોએ ડુપ્લિકેટ દારૂના ભાવોમાં પાંચ ગણો વધારો કરી દીધો હોવાનું જાણવા મળે છે.સામાન્ય દિવસોમાં દારૂની બોટલ રૂ.૧૦૦૦માં મળતી હતી તે અત્યારે રૂ.૫ હજારથી ૬ હજારમાં લોકો ખરીદવા માટે મજબૂર બની અકીલા રહ્યા છે.રાજયમાં દારૂબંધી હોવા છતાં ચોરીછુપીથી દારૂનું વેચાણ થતું હોય છે.લોકડાઉનના લીધે દારૂની ગંભીર લતવાળાની હાલત ભારે કફોડી થઈ ગઈ છે કારણ કે દારૂ નહીં મળવાને લીધે તેમની માનસિક હાલત બગડી ગઈ છે.તબીબોના મતે આવા લોકોને દારૂ નહીં મળે તો તેઓ હોસ્પિટલમાં વાપરવામાં આવતું સેનિટાઈઝર પીવાનું ચાલુ કરે તેવી શકયતાઓ છે,કારણ કે સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ૭૦ થી ૮૦ ટકા જેટલું રહેલું હોય છે.લોકડાઉનને લીધે રાજયની ચેકપોસ્ટો ઉપર બહારના રાજયોમાંથી વાહનો આવતા બંધ થઈ ગયા છે.
જેના લીધે ગુજરાતમાં પરપ્રાંતથી આવતો દારૂ બંધ થઈ ગયો છે.ત્યારે કેટલાક બુટલેગરો દ્વારા ડુપ્લિકેટ દારૂ બનાવીને બોટલોમાં ફિટ કરીને ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે.લોકડાઉનને લીધે તમામ હોટલો બંધ કરી દેવામાં આવી છે જેના લીધે દારૂની પરમિટ ધરાવતી હોટલો બંધ થઈ ગઈ હોવાથી પરમિટધારકોને દારૂ મળતો નથી.દારૂ નહીં મળવાને લીધે તેઓ જુદી જુદી જગ્યાએ દારૂ ખરીદવા માટે ફાંફાં મારી રહ્યા છે.એટલું જ નહીં દરરોજ દારૂનું સેવન કરનારને દારૂ પીવા માટે ડુપ્લિકેટ અથવા તો દેશી દારૂ પીવાનું ચાલુ કરી દીધંુ હોવાનું જાણવા મળે છે.
તબીબોના મતે જેમને દારૂ વગર ચાલે જ નહીં તેમના લોહીમાં જ દારૂ ભળી ગયો હોય છે તેમના શરીરમાં વિવિધ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે જેમ કે શરીરના અંગોમાં ધ્રુજારી કે કંપન, દર્દ થવું અને માનસિક રીતે બેચેની અનુભવી.આ ઉપરાંત તેમના સ્વભાવમાં પણ એકદમ બદલાવ આવે છે અને તેમનો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે,તેમને અનિદ્રા જેવા અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે.