ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના કહેર રોજ વધતો જાય છે.આજે સવારે કુલ સંખ્યા ૫૮૩૭ અને કુલ મૃત્યુ ૯૬ થયા છે અને ૧૩૭૬ સાજા થયા છે. મુસ્લીમ કટ્ટરપંથીઓ સતત મસ્જીદોમાં નમાઝ ફરી શરૂ કરાવવા સતત માગણી કરી રહયા છે.પાકિસ્તાનના ટોચના ૫૩ મુસ્લીમ ધર્મ ગુરૂઓએ ઇમરાન ખાનને આ માટે ચેતવણી આપી,તેમણે પવિત્ર રમઝાન મહિનામાં મસ્જીદોમાં ”તરાવીહ” માટે મંજુરી માંગી છે.
સોશ્યલ ડિસ્ટન્સીંગની બાજુએ રાખી રાવલપીંડી-ઇસ્લામાબાદથી આવેલા આ ૫૩ ધર્મગુરૂઓ દારૂલ ઉલૂમ જકારીયામાં ભેગા થયેલ.પાકિસ્તાનના ‘ડોન’ અખબારના કહેવા પ્રમાણે દેશના પ્રતિબંધીત સંગઠનોના સભ્યો સહિત દેશના અનેક મુસ્લિમ સંપ્રદાયના અને રાજકીય પક્ષો સાથે જોડાયેલ ચહેરા પણ આ બેઠકમાં જોવા મળેલ.એક તબકકે જો છુટ નહિ અપાય તો રસ્તાઓ ઉપર નમાજ પઢવાની પણ ચેતવણી અપાયેલ.આ મીટીંગમાં નકકી થયેલ કે રમઝાનમાં મસ્જીદોમાં એકત્ર થવા અને નમાઝ પઢવા ઉપર પ્રતિબંધ લગાવી ન શકાય,ઇમરાન સરકાર આ હુકમો પાછા ખેંચે.આ પછી વિડીયો જાહેર થયો છે.જેમા જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલ,આલમી તંજીમ ખાતમએ નોબવત,તાલીમ ઉલ કુરઆન અને પ્રતિબંધીત સંગઠન અહલે સન્નત વાલ જમાત સાથે જોડાયેલ ધાર્મીક ગુરૂ સોશ્યલ ડિસ્ટન્સીંગની છડેચોક ધજિજયા ઉડાવતા નજરે પડયાનું ડોન નોંધે છે.
આ વિડીયોમાં મૌલાના પીર અજીજુર રહમાન હજરાવીએ કહ્યુ કે અમે સરકાર પાસે આ બાબતે કોઇ મનમુટાવ નથી ઇચ્છતા પણ રમઝાનમાં આ પ્રતિબંધો લાગુ નહિ રહી શકે- મૌલાનાઓએ કહ્યું કે શુક્રવારે મસ્જીદોમાં પાંચ વખતની નમાઝ અને રમજાનમાં તરાવીહને પ્રતિબંધીત કરી શકાય નહિ.
જો કે સાઉદી અરેબીયાએ કોરોના અરેબીયાએ કોરોના વાયરસને નજર સમક્ષ રાખી રમઝાનના સમયમાં લોકોને ખાસ નમાજ ”તરાવીહ” પોતાના ઘરમાં જ રહીને પઢવા કહ્યું છે.સાઉદી અરેબીયાએ ગયા મહિને દેશની તમામ મસ્જીદોમાં એકત્ર થવા અને નમાઝ પઢવા ઉપર મનાઇ ફરમાવી દીધી હતી.માત્ર મકકા અને મદીનાની મસ્જીદોમાં આ પ્રકારની નમાઝ માટે અનુમતી આપેલ છે,જયાં માત્ર મસ્જીદના કર્મચારી જ પરીસરની અંદર પ્રવેશી શકે છે તેમ ડોન નોંધે છે.
અલ રિયાદ અખબારે સાઉદી અરબના પ્રધાન અબ્દુલ લતીફ અલશેખને ટાંકીને જણાવ્યુ છે કે તરાવીહ નમાઝ રોકવાથી પણ વધુ મહત્વપૂર્ણ મસ્જીદોમાં પાંચ વાર નમાઝ અદા કરવાથી રોકવાનું કામ છે.અલ શેખે કહ્યુ અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તરાવીહ નમાઝ મસ્જીદમાં હોય કે ઘરો ઉપર, તેઓ કબુલ કરે,જેને લોકોના સ્વાસ્થ્ય માટે બેહતર સમજવામાં આવે છે.અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અમારા બધાની પ્રાર્થનાનો સ્વીકાર કરે અને સમગ્ર દુનિયામાં તબાહી મચાવનારી આ મહામારી-રોગચાળાથી માનવતાની રક્ષા કરે.