વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ WHO ને દર વર્ષે અપાતા ફંડ ઉપર આ વર્ષે બ્રેક મારી દીધી છે.જે માટે તેમણે અયોગ્ય વહીવટનો આક્ષેપ કર્યો છે.તથા જણાવ્યું છે કે ચીને કોરોના વાઇરસ મામલે સમગ્ર વિશ્વને અંધારામાં રાખતા હાલમાં વિશ્વના 20 લાખ જેટલા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા છે.અને 1 લાખ અકિલા 20 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા છે.તેમછતાં WHO એ રાખેલો ચીન ઉપરનો ભરોસો ખતરનાક નીવડ્યો હોવાથી હવે તેને ફંડ એવું વ્યાજબી નથી તેવું તેમણે વ્હાઇટ હાઉસમાંથી પત્રકારોને જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.