વોડકા પીઓ બકરીઓ સાથે રમો, કોરોનાથી કોઈ નહીં મરે : બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર

308

નવી દિલ્હી : માત્ર એક કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશ બેલારૂસના રાષ્ટ્રપતિએ વિચિત્ર નિવેદન કર્યું છે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર લુકાશેન્કોએ પોતાના દેશના નાગરિકોને સંબોધતી વખતે ખૂબ જ વિચિત્ર પ્રકારના દાવાઓ કર્યા છે.તેમણે દેશના લોકોને બેલારૂસમાં કોરોનાની દવા તૈયાર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને વોડકા પીવાથી કોરોના નહીં થાય તેવો દાવો કર્યો હતો.

બ્રિટીશ મીડિયા જેને તાનાશાહ તરીકે ઓળખે છે તેવા એલેકઝાંડર અગાઉ પણ અનેક વખત આ પ્રકારના વિચિત્ર નિવેદનો આપી ચુકયા છે.૨૫ વર્ષથી બેલારૂસની સત્ત્।ા સંભાળી રહેલા એલેકઝાંડરે લોકોને દેશમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ ન થયું હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.સાથે જ તેમણે વોડકા પીવાથી, ટ્રેકટર ચલાવવાથી અને બકરીઓ સાથે રમવાથી કોરોના નથી થતો તેવો દાવો કર્યો હતો.આંકડા જોતા બેલારૂસમાં કોરોનાના કારણે 1245 પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ એલેકઝાંડર હજુ પણ સ્થિતિની ગંભીરતા સમજયા વગર અને માનવાધિકાર કાર્યકરોની ચેતવણીને અવગણીને લોકડાઉન લાગુ કરવાની ના પાડી રહ્યા છે.તેમણે જે લોકોના મોત થયા છે તે અગાઉથી જ અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ તે વાતથી સહમત હોવાનું જણાવ્યું હતું.એલેકઝાંડરની આ નીતિ મોટા પ્રમાણમાં માનવ ખુવારીનું કારણ બની શકે છે પરંતુ તેઓ લોકો કોરોનાથી ડરી ન જાય તે માટે કોરોનાથી થયેલા મૃત્યુ જાહેર ન કરતા હોવાનું કહી રહ્યા છે.

Share Now