ગુડ ન્યૂઝ / લૉકડાઉનમાં ઢીલ આપતા 20 એપ્રિલથી આ ઉદ્યોગો શરૂ થશે

269

કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી દેશના ઘણા વિસ્તારોમાં લૉકડાઉનની ઢીલ આપવા અને ઘણી જરૂરી ઇન્ડસ્ટ્રી- વેપારી ગતિવિધિયોને શરૂ કરવાની પરવાનગી આપી છે. આ માટે બુધવારે વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે પોતાના સંબોઘનમાં આ અંગેની જાહેરાત કરી હતી.જોકે આ તે જ વિસ્તારમાં થશે જ્યાં કોરોના પર અંકુશ હોય અને લોકો લૉકડાઉનનું પાલન કરતા હોય.

– સરકારે કેટલાક સેક્ટરમાં લૉકડાઉનમાં ઢીલ આપવાનો કર્યો નિર્ણય
– 20 એપ્રિલથી ઘણા જરૂરી વેપાર શરૂ કરવામાં આવશે
– ઘણા જરૂરી સેક્ટરના મેન્યુફેક્ચરિંગ, સપ્લાઇનું કામ શરૂ થઇ જશે
– સરકારે આ વિશે વિસ્તૃત આદેશ બુધવારે એટલે કે આજે જારી કર્યા

ગૃંહ મંત્રાલય દ્વારા આ અંગ વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવામાં આવ્યા છે.નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે,આ ગતિવિધિયોમાં ઢીલ આપવાની સાથે જ રાજ્ય સરકારો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ ઑફિસો અને વ્યાવસાયિક કેન્દ્રોમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ પડશે. આ સાથે જ તે વિસ્તારોમાં વેપાર શરૂ નહી થાય, જ્યાં કોરોના સંક્રમિત હશે અને હોટસ્પોટ જાહેર થયા હશે.

ઇન્ડસ્ટ્રી અને વેપારના આ ક્ષેત્રોમાં શરૂ થશે કામ

– પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, કેબલ, DTH સેવાઓ શરૂ થશે

– સરકારી ગતિવિધિયોના ડેટા, કૉલ સેન્ટર શરૂ થશે

– કુરિયર સેવા, ઇ-કોમર્સ કંપનીઓનું કામ

– કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સર્વિસ

– પ્રાઇવેટ સિક્યોરિટીઝ અને ઑફિસ મેનેજમેન્ટ સેવા

– હોટલ, મૉટલ અથવા તો ગેસ્ટ હાઉસ જ્યાં લૉકડાઉનને કારણે યાત્રીઓ ફસાયેલા હોય

– ઇલેક્ટ્રિશન, પ્લંબર, મોટર મેકેનિક, આઇટી રિપેયર, કારપેન્ટરની સેવા

– ગ્રામીણ વિસ્તારના ઉદ્યોગ

– સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એક્સપોર્ટ ઓરિયેન્ટેડ ઝોન, ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપના ઉદ્યોગ

– દવાઓ અને અન્ય જરૂરી સામાનના ઉત્પાદનોના કારખાના

– ગ્રામીણ વિસ્તારોમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું કામ

– આઇટી હાર્ડવેયરની મેન્યુફેક્ચરિંગ

– કોયલા, ખનીજ ઉત્પાદન અને તેનું ટ્રાન્સપોર્ટેશન, ખનન માટે જરૂરી વિસ્ફોટકોની આપૂર્તિ

– પેકેજિંગ સામગ્રીના ઉત્પાદન કરનારી ઇન્ડસ્ટ્રીનું કામ

– તેલ તથા ગેસનું કામ

– જૂટ ઇન્ડસ્ટ્રીનું કામ

– ગ્રામીણ વિસ્તારોમાં ઇંટના ભઠ્ઠા

કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે,જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવો ફરજિયાત છે.જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું છે કે,”જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.”

Share Now