નવી દિલ્હી, તા.15 એપ્રિલ 2020, બુધવાર
કોરોનાનો સામનો કરવા માટે ચારે તરફ હાથ ફેલાવી રહેલા પાકિસ્તાને સરહદ પર ઉશ્કેરણીજનક ગોળીબાર કરવાની શરમજનક હરકત ચાલુ રાખી છે અને હવે ભારતને મદદ માટે અપીલ અપીલ પણ કરી છે.
પાકિસ્તાને ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા મોકલવા માટે વિનંતી કરી છે.અમેરિકામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના સારા પરિણામ જોવા મળ્યા બાદ પાકિસ્તાને ભારત તરફ મદદ માટે નજર કરી છે.
પાકિસ્તાને કોરોના વાયરસને લઈને મેલેરિયાને લગતી દવાઓ પરનો પ્રતિબંધ ગત સપ્તાહે જ ઉઠાવી લીધો હતો.ઉલ્લેખનીય છે કે, દુનિયામાં 70 ટકા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનુ ઉત્પાદન ભારત કરે છે અને ભારત અમેરિકા સહિતના બીજા દેશોને આ દવા સપ્લાય કરી રહ્યુ છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વીનના કારણે વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમને અત્યંત સક્રિય કરી શકાતી હોવાનુ મનાય છે.જેના કારણે કોરોનાની સારવારમાં આ દવાની માંગ વધી રહી છે.