ગાંધીનગર :ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા પત્રકારોના આરોગ્યની ચકાસણીને લઈને હજુ સુધી રાજય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.પત્રકારો સતત ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા પ્રેસ કોન્ફ્રન્સ હોલમાં હાજર રહે છે.જયાં આરોગ્ય અગ્ર સચિવ તેમજ રાજય પોલીસવડા જરૂરી માહિતીઓ પુરી પાડે છે.આ જ સ્થળે ઇમરાન ખેડાવાલાએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી.જેને લઈને હાજર પત્રકારો તેમના સંપર્કમાં આવ્યા હતા. જેને લઈને તેમનો પણ ટેસ્ટ થાય તે જરૂરી બન્યું છે.ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં તંત્રએ પત્રકારોના ટેસ્ટ માટે કોઈ વ્યવસ્થા હજુ સુધી ન ગોઠવાતા નારાજ પત્રકારોએ ટ્વીટરમાં # સેવજર્નાલિસ્ટલાઈફ (# savejournalistlife) ટ્રેન્ડ મારફતે તેમની રજુઆત વડાપ્રધાન,મુખ્યમંત્રી અને અધિકારીઓને ટ્વીટર મારફતે કરી છે.સરકારની અને તંત્રની આ ગંભીર બેદરકારી કહી શકાય તેમ છે.