વુહાનમાં કોરોનાનું અસલ ચિત્ર બતાવવાનો પ્રયાસ કરનાર ત્રણ પત્રકારો બે મહિનાથી ગાયબ

496

વુહાનમાં કોરોનાની મહામારીની સાચી તસવીર દુનિયાને બતાવવાનો પ્રયાસ કરનારા ત્રણ ખબરીઓ અચાનક જ છેલ્લા બે મહિનાથી ગાયબ થઇ ગયાં છે.ફેબ્રુઆરી મહિનાથી Chen Qiushi, Fang Bing અને Li Zehua રહસ્યમય રીતે ગુમ છે અને ચીની અધિકારીઓ પણ જાહેરમાં તેમનો પત્તો લાગ્યો છે કે કેમ તેના વિશે કંઇપણ બોલવાથી બચે છે.

આ રીતે એક પછી એક ગાયબ થયા ચીની પત્રકારો

યુટ્યુબ અને ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને આ ત્રણેય ચીની પત્રકારોએ આ મહામારીનો સાચો ચિતાર આપવાની માગ કરી હતી.જે બાદ આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચીનમાં બૅન કરી દેવામાં આવ્યાં હતાં.તેમના ગુમ થયા બાદથી સરકાર દ્વારા સંચાલિત ચાઇનીઝ મીડિયા આઉટલેટ્સ પર વુહાનની વિકટ બાજુ જાહેર થઈ. દુનિયાને આ મહામારીની હકીકત જણાવવાની આશા સાથે તે લોકડાઉન થાય તે પહેલાં જ વુહાન પહોંચી ગયો હતો.

તેના રિપોર્ટમાં વ્હીલચેર પર મૃતઅવસ્થામાં પડેલા વ્યક્તિના પરિવારજનોને ફોન પર સ્થિતિ જણાવતી ભયભીય મહિલાથી લઇને હોસ્પિટલમાં દયનીય સ્થિતિમાં રહેલા દર્દીઓ સુધીના ભયાનક દ્રશ્યો વર્ણવેલા હતાં.તે કામચાલઉ ધોરણો ઉભી કરવામાં આવેલા હોસ્પિટલ ‘fang cang’ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો.તેને ગાયબ થવા અંગેની જાણ તેના ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટ દ્વારા થઇ,તેનું સંચાલન તેનો એક મિત્ર કરી રહ્યો હતો અને આ જ મિત્ર આ પત્રકાર વતી તમામ વાતો જણાવતો હતો.તે સુરક્ષિત રીતે પરત આવી જાય તે માટે તેની માતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

બુધવારે તેના ટ્વિટર પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર,Chen Qiushi ક્યાં છે તે કોણ જણાવી શકે છે?તેની સાથે ક્યારે વાત થશે? વુહાનમાં કોરોના વાયરસ અંગે રિપોર્ટિંગ કર્યા બાદથી Chen Qiushi છેલ્લા 68 દિવસથી ગાયબ છે,પ્લીઝ તેને બચાવી લો.

કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો બસમાં લઇ જવાતા હોય તેવા અનેક વીડિયો રિલિઝ કર્યા બાદ 9 ફેબ્રુઆરીથી વુહાનનો રહેવાસી Fang Bin ગાયબ છે.તેવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગાયબ થયો તેની પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.તેના છેલ્લા વીડિયોમાં તેનું બોડી ટેમ્પરેચર ચેક કરવા આવેલા અધિકારીઓ તેના ઘરના દરવાજે ઉભા છે તેવું જોવા મળી રહ્યું છે.રેડિયો ફ્રી એશિયા અનુસાર વીડિયોમાં Fang તેનું ટેમ્પરેચર નોર્મલ છે તેમ કહીને અધિકારીઓને હટાવતો નજરે આવ્યો હતો.

Li Zehua, 25, આ ત્રણેયમાં સૌથી યુવા અને હાઇ-પ્રોફાઇલ રિપોર્ટર છે.સ્ટેટ બ્રોડકાસ્ટર સીસીટીવીનો પૂર્વ કર્મચારી રહી ચુકેલો Li Zehu વુહાનથી સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરી રહ્યો હતો.26 ફેબ્રુઆરીથી ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે.તેની પહેલા તેણે મહામારી વચ્ચે પણ મોટાપાયે યોજવામાં આવી મિજબાની તથા મૃતદેહોને સ્મશાન સુધી લાવવા માટે વધારાનો સ્ટાફ હાયર કરી રહેલા સ્મશાનગૃહો જેવા સંવેદનશીલ સ્થળોની મુલાકાત લીધી હતી.એક અહેવાલ અનુસાર વુહાન ઇન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલોજીની મુલાકાત લીધાં બાદ Li સિક્રેટ પોલીસનો ટાર્ગેટ હતો.ષડયંત્રની થિયરીમાં 34 મિલિયન ઇન્સ્ટીટ્યુટ્સ સેન્ટરમાં હતાં જે દર્શાવે છે કે આ ઘાતક વાયરસનો જન્મ ત્યાં થયો છે.યુએસના મહાસભાના સભ્યએ તાજેતરમાં જ વિદેશ વિભાગને ગુમ થયેલા ત્રણ પત્રકારો અંગે તપાસ કરવા ચીનને વિનંતી કરવા કહ્યું હતું.

31 માર્ચે રિપબ્લિકન પ્રતિનિધિ જિમ બેન્કસે લખેલા પત્રમાં Chen, Fang અને Liના ગુમ થવા બાબતે તપાસ હાથ ધરવા યુએસ સરકારને કહ્યું હતું. આ ત્રણેય પત્રકારો ચીનમાં કોરોના વાયરસ પર સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવામાં કેટલું જોખમ છે તે સમજી ચુક્યાં હતાં,પરંતુ તેમણે તે કરી બતાવ્યુ. તેમ બેન્કે ચીની સરકાર પર તેમને ગાયબ કરવાનો આરોપ લગાવતા લખ્યું હતું.

Chen, Fang અને Li તેવા અનેક નાગરિકોમાંથી એક હતાં જે માનતા હતાં કે આ મહામારી વિશે બોલવા પર તેમને તેની સજા મળશે.રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ ભયંકર સ્થિતિ વચ્ચે જોકર કહેનાર જાણીતા ટાયકૂન અને સામ્યવાદી પક્ષના અગ્રણી સભ્ય પણ તે બાદથી ગાયબ છે.ચીની અધિકારીએ જણાવ્યા અનુસાર, શિસ્ત અને કાયદાનો ભંગ કરવા બદલ તેમની તપાસ થઇ રહી છે.

Share Now