અમેરિકામાં કોરનાના નવા કેસો ‘ટોચ’ને પાર, છ લાખથી વધુ પોઝિટિવ અને 30 હજારના મોત

298

-અમેરિકામાં કેટલાક સ્ટેટ્સને વહેલા ખોલવા માટે ગુરુવારે ટ્રમ્પ સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

વોશિંગ્ટન,
અમેરિકામાં કોરોના વાયરસના કેસ તેની ટોચથી વધુ વધી ગયા છે અને હવે આગામી દિવસમોમાં કેટલાટ સ્ટેટ્સને પુનઃ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ અમેરિયાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે.અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6,37,000 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 30,826થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વર્લ્ડોમીટર મુજબ યુએસમાં કોઈપણ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.

બુધવારે કોરોના વાયરસ અંગેની માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું કે ગુરુવારે યુએસમાં કેટલાક સ્ટેટ્સને રીઓપન કરવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે અને અમેરિકાના અર્થતંત્રને પુનઃ પાટા પર લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.ટ્રમ્પે સંબોધનમાં જણાવ્યું કે,‘આપણે વાપસી કરીશું, આપણે આપણા દેશને ફરી ધબકતો બનાવવો છે.’

અગાઉ યુએસ પ્રેસિડેન્ટે અમેરિકામાં રીઓપન માટે 1લી મે નક્કી કરી હતી પરંતુ ટ્રમ્પે જણાવ્યું કે કેટલાક સ્ટેટ્સ તે અગાઉ જ ખોલવામાં આવશે. કોરોના સામેની લડાઈ ચાલુ રહેશે જો કે આંકડા સુચવે છે કે કોરોનાના નવા કેસોના આંકડો ટોચને પાર કરી ગયો છે.આશા છે કે આપણે સારી પ્રગતિ કરવામાં સફળતા મેળવીશું, તેમ ટ્રમ્પે જણાવ્યું હતું.

Share Now