વોશિંગટન : પ્રેસિડન્ટ ટ્રમ્પએ ગઈકાલ ગુરુવારે રાજ્યોના ગવર્નર્સ સાથે ચર્ચાઓ કરી હતી.તથા ઓછા સંક્રમિત એવા રાજ્યોમાંથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય જે તે ગવર્નર્સ ઉપર છોડ્યો હતો.તે માટે ગાઇડલાઇન તૈયાર કરી હતી.જેના અનુસંધાને અમુક રાજ્યોમાં આવતીકાલ શનિવારથી પ્રતિબંધો હટી શકે છે અથવાતો ઓછા થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની અત્યાર સુધીની સંખ્યા 6.78 લાખ થઇ ચુકી છે.તથા મોતને ભેટેલા લોકોનો આંકડો 34 હજારને પાર કરી ચુક્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.