વડોદરામાં પાંચ નવા કેસ પોઝિટિવ આવતાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૧૩૯

320

– મૃતકની સારવાર કરનાર કારેલીબાગ વિસ્તારના તબીબ તથા હનુમાનપોળના ૨૬ લોકોને પણ ક્વોરેન્ટાઇન કરાયા

વડોદરા,

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ ધીમી ગતીએ વધતો જાય છે.શુક્રવારે સવારે પણ વડોદરા શહેરમાં ચાર નવા કેસ કોરોના પોઝિટિવના આવ્યા હતા જ્યારે વડોદરા જિલ્લામાંથી એક કેસ આવ્યો હતો.જેની સાથે વડોદરામાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૧૩૯ પર પહોચી હતી.ગરુવારે રાત્રે મદનઝાંપા રોડ પર આવેલા હનુમાનફળીયામાં રહેતા એક ૩૧ વર્ષના યુવાનનું મોત નીપજ્યુ હતુ.જેની સાથે મૃત્યુનો કુલ આંક છ પર પહોચ્યો હતો.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં આજે કોરના વાઇરસના ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.જે નાગરવાડા વિસ્તારના નવીધરતી રોહીત વાસ તથા સૈયદપુરાના છે.આ ઉપરાંત વાઘોડિયા ખાતે પારૂલ કેમ્પસમાં રહેતી એક યુવતીનો પણ સમાવેશ થાય છે.ગુરૂવારે મદનઝાંપા રોડ પર આવેલી હનુમાનફળીયામાં શાકભાજીનો ધંધો કરનાર એક યુવાનનું મોત નીપજ્યુ હતુ.તેના મૃત્યુ બાદ તેને પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.જે બાબતે તેની હીસ્ટ્રી તપાસ કરતાં તે કેટલાક દિવસથી બિમાર હતો.ત્યારે કારેલીબાગ વિસ્તારમાં એક તબીબ પાસે સારવાર લીધી હતી.
આ તબીબને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે પહોચીને તબીબને હાલ પૂરતા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.આ ઉપરાંત આ યુવાન જેના સંપર્કમાં આવ્યો હોય તેવા તેના પરિવારજનો તથા પાડોશીઓ મળી ૨૬ લોકોના પણ ક્વોરેન્ટાઇન કરાયા છે.

વડોદરાના લઘુમતી કોમના વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના કેસ વધુ આવી રહ્યા છે.ત્યારે આ વિસ્તારમાં સર્વે માટે જતી આરોગ્ય વિભાગને ટીમને પૂરતો સહકાર મળી ન રહેતો હોવાની ફરીયાદો ઉઠી હતી.કેટલીક ગેરસમજો વચ્ચે આખરે વડોદરાના મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશને ઓએસડી ડો. વિનોદ રાવનની સાથે બેઠક કરી હતી.તેઓએ આ વિસ્તારમાં તબીબી ચકાસણી અંગેનો સર્વે કરવાની તૈયારી બતાવી હતી.જેના પગલે બરોડા મુસ્લિમ ડોક્ટર્સ

એસોસિયેશનના ૧૫૦ મુસ્લિમ ડોક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફ નાગરવાડા અને સૈયદપુરામાં ડોર ટુ ડોર સર્વે કરશે.

આ ઉપરાંત આજવા રોડ પર આઇટીઆઇ ખાતે ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં સાફ સફાઇની ફરીયાદ આસપાસના સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી.આ સ્થળે કોરોનાગ્રસ્તોના રાખવામાં આવ્યા છે.જેના કારણે તેઓમાં ચિંતા ઉભી થવા લાગી હતી.જેના પગલે વહીવટીતંત્ર તરફથી પીપીઇ પ્રોટેક્ટેડ સફાઇ સેવકો દ્વારા કચરાના નિકાલની પણ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી હતી.

Share Now