તબલિગી જમાત પર ટ્વિટર વોર : બબીતાને મળી ધમકી ,તો કહ્યું હું ઝાયરા વાસિમ નથી કે ડરી જઉં

271

ભારતની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત રેસલર બબિતા ફોગટે તબલિગી જમાત પર કરેલા ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર જંગ જામી ગયો છે.એક તરફ મોટા પાયે લોકો તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે તો બીજી તરફ ફોગટના ટ્વિટનો વિરોધ કરી રહેલા લોકોએ તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે પણ ઝુંબેશ ચલાવી છે.

બીજા રેસલર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા

બબીતા ફોગટે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં તબલિગી જમાતના કારણે જ કોરોના વાયરસ ફેલાયો છે. આજે દેશમાં સૌથી વધારે કેસ જમાતના લોકોના છે.જો તબલિગી જમાતે વાયરસ ના ફેલાવ્યો હોત તો આજે લોકડાઉન ખતમ થઈ ગયુ હોત.બબીતાએ કહ્યું હતું કે,કોરોના વાયરસ દેશની બીજા નંબરની સમસ્યા છે અને પહેલા નંબર પર હજી જમાતી જ છે.બબીતાનું તેની બહેન ગીતાએ પણ સમર્થન કર્યુ છે.આ સિવાય બીજા રેસલર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે.ભારતની ટોચની પહેલવાન બબીતા ફોગાટે તબલીગી જમાત પર કરવામાં આવેલા પોતાના ટ્વીટનો બચાવ કર્યો છે.શુક્રવારનાં તેમણે પોતાનો વિરોધ કરી રહેલા લોકો પર પ્રહાર કર્યો.તેણે કહ્યું કે,તે ઝાયરા વસીમ નથી અને ના તે કોઈપણ પ્રકારની ધમકીથી ડરવાની છે.તેની આ ટિપ્પણી ગુરુવારનાં તેના નિવેદનનાં જવાબ તરીકે આપી છે,જેમાં તેણે ટ્વિટર દ્વારા તબલીગી જમાત પર નિશાન સાધ્યું હતુ.પોતાના ટ્વીટમાં તેણે જે હેશટેગ નાંખ્યો હતો તે ઘણા લોકોને પસંદ આવ્યો નહીં. તેણે એક વિડીયો સંદેશ જાહેર કરીને કહ્યું કે,’ગત કેટલાક દિવસથી મે કેટલાક ટ્વીટ કર્યા છે, ત્યારબાદથી મને સતત ધમકીઓ મળી રહી છે.કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ગાળો બોલી રહ્યા છે,ધમકીઓ આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને પણ ધમકીઓ આપી રહ્યા છે.હું તેમને કહેવા ઇચ્છુ છું કે હું ઝાયરા વસીમ નથી,હું ધમકીઓથી નથી ડરવાની હું દેશ માટે લડી છું હું મારા ટ્વીટ પર મક્કમ છું.જે પણ મે લખ્યું તેમાં કંઇ ખોટું નથી.’અર્જુન એવૉર્ડ વિનર 30 વર્ષની બબીતા ફોગાટે લખ્યું હતુ કે,’કોરોના વાયરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે.જમાતી હજુ પણ પહેલા નંબર પર બનેલા છે.’ આવું લખ્યા બાદ અનેક લોકોએ બબીતાનો વિરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા બબીતાનું ટ્વીટર એકાઉન્ટ વિવાદાસ્પદ ટ્વીટનાં કારણે બ્લોક કરી દેવામાં આવ્યું હતુ.

હું ઝાયરા વાસિમ નથી કે હું ડરી જઉં

હવે બબીતાએ બીજો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે,મારા તબલિગી જમાતના ટ્વિટ બાદ લોકો મને ધમકી આપી રહ્યા છે પણ એટલુ સમજી લે કે હું ઝાયરા વાસિમ નથી કે હું ડરી જઉં. ઉલ્લેખનીય છે કે,બબિતા ફોગટના જીવન પરથી બોલીવૂડ સુપર સ્ટાર આમિર ખાને ફિલ્મ દંગલ બનાવી હતી.જે સુપરહિટ પૂરવાર થઈ હતી.

Share Now