– અફઘાન સુરક્ષા એજન્સી તેની ઓળખથી તદન અજાણ હતી, અજાણતા ઝડપાઇ ગયો
એજન્સી, કાબૂલ
અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીઓ હાથે અજાણતા એક મોટો આતંકી ઝડપાયો છે.આ કાશ્મીરી આતંકી છેલ્લા 25 વર્ષછી ગુમ હતો, જે એક ખૂંખાર આંતકી સાથે ઝડપાયો છે.શરુઆતમાં તેની ઓળખ કરવામાં સમય લાગ્યો,પરંતુ જ્યારે સુરક્ષા એજન્સીઓને તેની ઓળખ મળી તો તેઓ પણ ચોંકી ગયા હતા.આ કાશ્મીરી આતંકીનું નાં એઝાઝ એહમદ છે.તે શ્રીનગરનો રહેવાસી છે. મોસ્ટ વોન્ડેટ આંતકીની છેલ્લા 25 વર્ષથી તપાસ ચાલી રહી હતી.જે ખૂંખાર આતંકી સાથે કાશ્મીરી આતંકી ઝડપાયો છે તે ISKPનો ચીફ છે જેણે ગુરુદ્વારા પર હુમલાની જવાબદારી લીધી હતી.
કાશ્મીરી આતંકીની આ પહેલા એકવાર ધરપકડ કરવામાં આની હતી,પરંતુ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ તે ગુમ થયો હતો.જે અફઘાનથી મળી આવ્યો છે.માનવામાં આવી રહ્યુ છે કે જેલમાંથી નીકળીને તે બાંગ્લાદેશ થઇને પાકિસ્તાન ગયો.તેની પર કાશ્મીરી યુવકોને ઇસ્લામિક સ્ટેટમાં રિક્રૂટ કરવાના આરોપ છે.
હવે 25 વર્ષ પછી આ મહિનાની શરુઆતમાં જ તેને અફઘાનની નેશનલ ડાયરેક્ટરેટ ઓફ સિક્યોરિટીએ ઝડપ્યો હતો,તેને કંધારમાંથી પકડી લેવામાં આવ્યો છે.કાશ્મીરી આતંકી ISKPના ચીફ અસલમ ફારુકી સાથે હતો જ્યારે તેની ધરપકડ કરવામાં આવી.25 માર્ચે કાબૂલ ગુરુદ્વારા પર આતંકી હુમલાની જવાબદારી તેણે લીધી હતી.આ હુમલામાં 25 સિખ માર્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે કંધારમાંથી ઝડપાયેલા કાશ્મીરી આતંકીના પરિવારનું કનેક્શન જ આતંકીઓ સાથે જોડાયેલુ છે. આતંકીનો સસરો અબ્દુલ ઘની ડાર લશ્કર એ તૈયબાનો કમાન્ડર ઇન ચીફ હતો.કાશ્મીરી આતંકીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એક યુવતી સાથે નિકાહ કર્યા છે.