સુરતમાં 5 વિસ્તારમાં કરફ્યું છતાં કોરોનાના આંક ઘટવાનું નામ લઈ રહ્યા નથી.વધુ 9 કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 102 પર પહોંચી ગયો છે.છેલ્લા બે દિવસમાં માનદરવાજા ટેનામેન્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.બે દિવસમાં જ માનદરવાજા ટેનામેન્ટમાં 19 જેટલા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
વધુ 9 કેસ નોંધાયા
શાહબુદિન નુરાની પડાનીયા (ઉ.વ.આ. 62) સલીમાબાદ જહાંગીરપુરા
સુલ્તાના સમીર રજવાની (ઉ.વ.આ.31) સલીમાબાદ જહાંગીરપુરા
લક્ષ્મણ ગોપાલ રાજભર(ઉ.વ. 22) બમરોલી
પરેશ પ્રમોદ બોપટ (ઉ.વ.આ. 29) માનદરવાજા
ડૉ. મયુર કલસરીયા (ઉ.વ.આ. 28) એનસીએચ કેમ્પસ
દિનેશ વશરામભાઈ (ઉ.વ.આ.43) આદમની વાડી
આશાબેન પ્રતાપભાઈ (ઉ.વ.આ.43) દીન દયાળ ઝૂપડપટ્ટી, એલ.એચ. રોડ
મીનાબેન ગોરધનભાઈ બુડિયા (ઉ.વ.આ. 40) દીન દયાળ ઝૂપડપટ્ટી, એલ.એચ. રોડ
ખુશી દીલીપરામ રાવડા (ઉ.વ.આ. 07) ગોકુલધામ, વડોદ
25 પોઝિટીવ કેસ માન દરવાજા ટેનામેન્ટમાં નોંધાયા
સુરતમાં કોરોનાના વધું પડતા પોઝિટીવ કેસ સામે આવ્યા છે.જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે.આજે સર્વેલન્સ દરમિયાન માન દરવાજા ટેનામેન્ટ માંથી વધુ એક કોરોનાનો શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે.જેમા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં 25 પોઝિટીવ કેસ માન દરવાજા ટેનામેન્ટમાં નોંધાયા છે. જેથી આ સમગ્ર વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારની આસપાસ બેરીકેટિંગ મારીને મનપા દ્વારા બેનરો મારી દેવામાં આવ્યા છે.સાથે જ બહારની તેમજ અંદરની વ્યક્તિઓના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
વાહનોના ટાયરની હવા કાઢી પોલીસે પાઠ ભણાવ્યો
ઉલ્લેખનીય છે કે,સુરતમાં 5 વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરાયો છે, પણ કર્ફ્યુ વિસ્તારમાં બિનજરૂરી લોકો નીકળી રહ્યા છે.બિનજરૂરી ઘરની બહાર નીકળનાર લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.બિનજરૂરી બહાર નીકળતા લોકોના લોકોના વાહનોના ટાયરની હવા કાઢી નાંખી પોલીસે પાઠ ભણાવ્યો હતો.