અમેરિકી ચેનલનો ધડાકો : વુહાનની લેબમાં ‘ખાસ હેતુ’થી કોરોના વાયરસ બનાવાયો

277

વોશિંગ્ટન તા. ૧૭ : વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આખી દુનિયામાં પગ પસાર્યા પછી તેને ફેલાવવા બાબતે ચીન પર સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે એક અમેરિકન સમાચાર ચેનલે દાવો કર્યો છે કે ચીનના વુહાનમાં એક લેબમાં કોરોના વાયરસને બનાવાયો હતો.તેની પાછળ ચીનનો એક ‘ખાસ ઉદ્દેશ’ પણ હતો.અમેરિકાની સમાચાર ચેનલ ફોકસ ન્યુઝે ગુરૂવારે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીને આ વાયરસને વુહાનની લેબમાં ઉત્પન્ન કર્યો હતો.આની પાછળ તેનો એક ‘ખાસ ઉદ્દેશ’ હતો.ચેનલના રિપોર્ટ અનુસાર,ચીન એવું બતાવવા માંગતું હતું કે તેના વૈજ્ઞાનિકો કોઇ પણ પ્રકારે અમેરિકાના વૈજ્ઞાનિકોથી પાછળ નથી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને કોરોના બનાવીને એ બતાવવાની કોશિષ કરી કે તે આવા ખતરનાક વાયરસ બનાવી શકે છે અને એટલું જ નહીં આવા વાયરસ સામે અમેરિકા કરતા વધુ સારી રીતે નિપટી શકે છે.ફોકસ ન્યુઝે પોતાના રિપોર્ટમાં એ પણ દાવો કર્યો છે કે કોરોના વાયરસને બનાવવાનો આ ચીનનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને ગુપ્ત પ્લાન હતો.સૂત્રોના હવાલાથી કહેવાયું છે કે ડોકટરોના પ્રયાસો અને આ વાયરસની શરૂઆતમાં જ લેબમાં રોકવા અંગેના દસ્તાવેજોના અભ્યાસથી ઘણી વાતો જાણવા મળે છે.તેમાં મુખ્ય વાત એ છે કે વુહાનની એ બજારમાં ચામાચિડીયાઓ વેચાતા જ નહોતા,જેનાથી કોરોના ફેલાયો હોવાની વાત અત્યાર સુધી માનવામાં આવી રહી છે.

Share Now