જેના વારંવાર મિસાઈલ ટેસ્ટિંગથી અન્ય રાષ્ટ્રોનું માથુ દુખી ગયેલું, તે તાનાશાહ કિમ જોંગ બીમાર

290

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને બુધવારે નેશનલ હોલીડેના કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.બુધવારે પ્યોંગયોંગમાં દેશના સૌથી મોટા અને મહત્વના દિવસ પર જ કિમ જોંગ હાજર નહોતો રહ્યો.બુધવારે કિમ જોંગ ઉનના દાદા અને દેશના નિર્માતા એવા કિમ સુંગ 2ની જન્મજયંતિ હતી પણ આ ક્ષણે જ કિમ જોંગ ન દેખાતા અટકળો તેજ બની હતી.એક પણ વખત ગેરહાજર નથી રહ્યો સમગ્ર દેશમાં તેમના દાદાની જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી.2011થી નોર્થ કોરિયામાં સત્તા પર આવેલા કિમ જોંગે આ કાર્યક્રમમાં હાજર રહેવાની એક પણ તક છોડી નહોતી. બુધવારે પ્રથમ વખત આ સિલસિલો તૂટતા સમગ્ર નોર્થ કોરિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કોણ કોણ રહ્યું હાજર ?

બુધવારે આવેલી એક તસવીરમાં નોર્થ કોરિયાના મોટા અધિકારી કુમસુસાને પેલેસ ઓફ સનમાં કિમ સુંગને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.બુધવારે કિમ સુંગની 108મી જન્મજયંતિ હતી.આ કાર્યક્રમમાં પાક પોંગ જૂ પણ હતા. જે અગાઉ બે વખત નોર્થ કોરિયાની કમાન સંભાળી ચૂક્યા છે.આ સિવાય નોર્થ કોરિયાના અસેમ્બલીના વડા અને મિલિટ્રી ઓફિશ્યલ ચો રિયોંગ પણ કાર્યક્રમનો ભાગ બન્યા હતા.

મંત્રી મંડળમાં ફેરફાર થઈ રહ્યા છે

બુધવારે યોજાનાર કાર્યક્રમ નોર્થ કોરિયામાં ડો ઓફ ધ સન ખાતે થયો હતો. એવું આ માટે કહેવામાં આવે છે કે સાઉથ કોરિયાથી અલગ થયા બાદ કિમ સુંગે જ તેની આગેવાની કરી હતી.એવી માહિતી મળી છે કે સોમવારે કિમ જોંગે સ્ટેટ એફેર કમિશનના અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો હતો.જે નોર્થ કોરિયામાં નિર્ણયો લેવાની સૌથી મોટી સત્તા ધરાવે છે. આ સિવાય વિદેશ મંત્રાલયના બે નેતાઓની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી.

કિમ જોનની બિમાર હોવાની અટકળો

છેલ્લી વખત 11 એપ્રિલના રોજ સામે આવેલા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની તબિયત ઠીક ન હોવાનું કારણ સામે આવ્યું છે.એટલું જ નહીં નોર્થ કોરિયાએ સી ઓફ જાપાનમાં ક્રૂઝ મિસાઈલ છોડીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.જેથી સમસ્ત વિશ્વને તેની તાકાતની ખબર પડે.

Share Now