– ત્રણ તબક્કામાં અર્થતંત્રને ખોલવાની રણનીતિ ઘડી, કેટલીક શરતો સાથે સ્ટેટ્સમાં પ્રતિબંધો ઉઠાવાશે
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને ફરી પાટા પર લાવવા માટે તબક્કાવાર યોજનાની ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે ગર્વનરો સાથે પોતાના રાજ્યોમાં પ્રતિબંધ હટાવવાના નિર્ણય લેવા મંજૂરી આપી હતી.અમેરિકામાં હાલમાં 95 ટકાથી વધુ વસ્તી પોતાના ઘરમાં છે અને 2.2 કરોડથી વધુ અમેરિકનોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.
અમેરિકામાં કોરોના વાયસરના 6.40 લાખથી વધુ કેસો નોંધાયા છે અને 31,000 લોકોના મોત થયા છે.ટ્રમ્પે જણાવ્યું કે તંત્ર નવા ફેડરલ દેશ નિર્દેશ જાહેર કરી રહ્યું છે જેને પગલે ગર્વનર પોતાના રાજ્યોને ફરી ખોલવા માટે તબક્કાવાર નિર્ણય લઈ શકશે.તેમણે જણઆવ્યું કે આર્થિક દબાણ વચ્ચે લાંબા સમય સુધી લોકડાઉનથી જાહેર સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર પડશે.
જો બધુ યોગ્ય રીતે ચાલશે તો સ્વસ્થ અમેરિકનો કામ પર પરત ફરશે.તેમણે કહ્યું કે સંપૂર્ણ લોકડાઉનને પગલે અમે વધુ જોખમ ધરાવતા લોકોને અલગ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.ઝડપી ટેસ્ટિંગ માટેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે,જો વાયરસ ઉથલો મારે છે તો કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દિશા નિર્દેશોથી એ ખાતરી થઈ શકશે કે આપણો દેશ યોગ્ય રીતે ચાલતો રહેશે અને વધુ જોખમ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને અલગ કરવાની પ્રક્રિયા કારગર સાબિત થશે.
પ્રથમ તબક્કા માટેની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે જો ફ્લૂ જેવા લક્ષણો અને કોરોના વાયરસના કેસોની સંખ્યા 14 દિવસ સુધી ઘટે છે તો રાજ્યો ઘરમાં રહેવાના તેમજ અન્ય પ્રતિબંધોને હટાવી શકે છે.
બીજા તબક્કામાં વાયરસની લપેટમાં આવવાથી સંવેદનશિલ લોકોને એક સ્થળ પર આશ્રય આપવો, ઘરથી કામ કરવા પ્રેરિત કરવા અને જાહેર સ્થળો બંધ રાખવાનો સમાવેશ થાય છે.કોરોના વાયરસ અંગે વ્હાઈટ હાઉસ વર્કફોર્સના સભ્ય ડો. દેબરાહ બ્રિક્સે જણાવ્યું કે ત્રીજા ચરણમાં સ્વચ્છતા જાળવવાની સાથે સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવશે.લોકો વચ્ચે સામાજિક અંતર જાળવવું મહત્વનું રહેશે કારણ કે લોકલ ટ્રાન્સમિશનના કેસો ઝડપથી વધી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે આપણ વિશ્વના ઈતિહાસની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને કોરોના યુદ્ધ જીતવા આપણને બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે આપણે જીતની નજીક છે.સરકારનો દ્રષ્ટિકોરણ ત્રણ તબક્કામાં અર્થતંત્રનો ખોલવાનો છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારની પ્રાથમિકતા વૃદ્ધો તેમજ સંવેદનશીલ લોકોને સુરક્ષિત રાખવાની છે.