સુરતના પીપલોદ વિસ્તારમાં ચાંદની ચોક પાસે 500, 200 અને 100 રૂપિયાની નોટો રસ્તા પર પડેલી હાલતમાં મળી આવી.જેથી સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી હતી. કે કોઈ અજાણ્યા વ્યક્તિએ થૂંક અને પરસેવો લગાવીને આ નોટો ફેકી દીધી છે.જેથી પાલિકા દ્વારા પોલીસની હાજરીમાં તમામ નોટ કબ્જે કરવામાં આવી છે અને તે નોટોને ટેસ્ટિંગ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.સાથે જ આખા વિસ્તારને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો અને નોટો ક્યાથી આવી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.