ચીનને કારણે હાલ સમગ્ર વિશ્વમાં Corona વાઇરસની મહામારી ચાલી રહી છે જેને પગલે એક લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં માર્યા ગયા છે જેમાં સૌથી વધુ અસર અમેરિકામાં છે જ્યાં લાખો લોકો હવે આ વાઇરસની લપેટમાં આવી ગયા છે અને હજારો લોકોએ જીવ ગૂમાવ્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ ચીનની સામે દાવો માંડવાની તૈયારી કરી લીધી છે.અમેરિકી સંસદમાં બે સાંસદો દ્વારા ચીન સામે દાવો માંડવા માટે જે પ્રસ્તાવ મુક્યો હતો આ પ્રસ્તાવ પસાર થઇ ગયા બાદ હવે અમેરિકાની કોઇ પણ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીનની સામે Coronaથી થયેલા નુકસાન માટે દાવો કરી શકે છે.
અમેરિકી સંસદમાં બે પ્રસ્તાવ રજુ કરાયા
પ્રસ્તાવ પસાર થઇ ગયા બાદ અમેરિકી નાગરિક પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીન સામે દાવો માંડી શકશે
અમેરિકાના કાયદા અનુસાર વાઇરસ અંગે માહિતી છુપાવી મોટી જાનહાની સર્જવી આતંકવાદ સમાન છે
આ પ્રસ્તાવને અમેરિકાના સાંસદ ડોમ કોટન અને પ્રતિનિધિ સભામાં સાંસદ ડેન ક્રેનશો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.આ પ્રસ્તાવ પસાર થઇ ગયા બાદ અને કાયદાનું સ્વરુપ લઇ લીધા બાદ અમેરિકાનો સંરક્ષણ સંલગ્ન જે કાયદો છે તેમાં સંશોધન કરવામાં આવશે.જેના દ્વારા Corona વાઇરસથી સર્જાયેલી મહામારીથી પહોંચી વળવા માટે જે નુકસાન થયું છે તેની ભરપાઇ માટે ચીન પર દાવો કરવામાં આવશે.એટલે કે આ પ્રસ્તાવ ચીન પર વધુ દાવા ઠોકવામાં અમેરિકાને મદદરુપ થશે.જોકે ચીન અને અમેરિકા આ મામલે વાટાઘાટો કરીને નિરાકરણ લાવે તો અંગત દાવાઓને રદ કરી શકાશે.
એવો કાયદો છે કે જો કોઇ વાઇરસ અંગે જાણકારી છુપાવવામાં આવે અને તેનાથી અનેક લોકો માર્યા જાય તો આવી પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રવૃત્તિને આતંકી કૃત્ય જ માનવામાં આવશે.એટલે કે ચીન પર આતંકી કૃત્યનો પણ આરોપ થઇ શકે છે.આ વિશેષ કાયદો ૨૦૧૬માં જ અમેરિકાએ ઘડી કાઢ્યો છે અને તે અંતર્ગત પણ ચીનની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.અમેરિકા અને ચીન વચ્ચે વર્ષો સુધી ટ્રેડ વોર ચાલ્યું હતું,આ પરિસ્થિતિ વચ્ચે હવે Corona વાઇરસ ફાટી નીકળતા અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે તેથી બે મોટા દેશો વચ્ચે ફરી આ મુદ્દે ટક્કર જોવા મળી શકે છે.ચીન પર એવો પણ આરોપ છે કે તેણે દુનિયાભરના પત્રકારો અને ડોક્ટરોને ચુપ રાખીને Coronaની મહામારી છુપાવી હતી જેને કારણે પણ આજે સમગ્ર વિશ્વમાં આ મહામારીને કારણે ભારે અસર થઇ છે.