કાજીએ કહ્યું નિકાહ કબૂલ હૈ,જોડાએ કહ્યું હા ! : કોરોના સંકટ વચ્ચે 12 જોડાના થયા ઓનલાઇન નિકાહ

291

નવી દિલ્હી, તા.૧૮: કોરોના મહામારીની અસર લગ્નોને પણ પડી રહી છે.જયા એપ્રિલ મહિનામાં લગ્નની ભરપૂર મોસમ હોય છે.લગ્ન પ્રસંગો ન થવાને કારણે,કેટરીંગ,ડેકોરેશન,જવેલરી,કપડા સહિત કર્મકાંડ કરાવનાર પંડિતોને પણ મુશ્કેલી પડી છે.લગ્નની મોસમ સૂમસામ છે.કોરોના સામે ભારત જ નહીં આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ ટાળવા સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી છે.મૂસ્લિમ સમાજમાં પણ દર વર્ષે એપ્રિલ મહિનામાં સામૂહિક નિકાહ સંમેલનો હોય છે.પરંતુ કોરોનાને કારણે આવા આયોજનો અટકયા છે.એવામાં મુશ્લિમ સમાજ દ્વારા ઓનલાઈન નિકાહ કરાવાઈ રહ્યા છે.

મધ્યપ્રદેશના ગુનામાં કોરોના મહામારી રહેતાં મુસ્લિમ સમાજે ૧૨ જોડાને ઓનલાઈન લગ્ન કરાવી દિધા.કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટન્સ બનાવવા મુસ્લિમ સમાજે પૂરી વિધિ વિધાન સાથે ઓનલાઈન લગન કરાવી દીધા છે.શહેરના કાઝી નૂરુલ્લાહ યુસુફજઈએ કાજી કાર્યાલયમાં કમ્પ્યુટર સામે વિડિયોકોલિંગના મારફતે રીત રિવાજોને અમલ કરીને ઓનલાઈ નિકાસ કબૂલવાવાળા તમામ ૧૨ દુલ્હા દુલ્હનને વિડિયોકોલ પર રજામંદી આપી છે.કોરોનાને કારણે દેશભરમાં ૨૫ માર્ચથી લોકડાઉન ચાલુ છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા લોકોને ઘરમાં રહેવાનું કહેવાયું છે.આ બાબતને ધ્યાને રાખીને મુસ્લિમ સમજાને ઓનલાઈન નિકાહની એક આગવી પહેલ કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Share Now