લોકડાઉનમાં યે મોજ : ઇટાલીમાં લોકોની વાઈન પાર્ટી

365

રોમ તા. ૧૭ : સતત તાણ અને ટેન્શનના માહોલમાં એકબીજાની હૂંફ બહુ જ મહત્વની હોય છે.જોકે કોરોનાએ સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે લોકોને ઘરમાં બેસાડી દીધા છે.ચોમેર કોરોનાના કાળા કેર વચ્ચે પણ ઇટલીના લોકો સતત પોતાનો સ્પિરિટ જાળવી રાખવા મથે છે.પોતપોતાની બાલ્કનીમાંથી કિવઝ રમવી, ટેનિસ રમવું કે પછી સાથે ગીતો ગાવાં જેવી એકિટવિટી પછી હવે કેટલાક લોકોએ વાઇન-પાર્ટી કરી છે અને એ પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોને જાળવીને ફેસબુક પર મોરો રિસિગ્લિનાઓ નામના યુઝરે શેર કરેલા વિડિયોમાં એક અપાર્ટમેન્ટના પાડોશીઓ બાલ્કનીમાં ઊભાં-ઊભાં વાઇન-પાર્ટી માણતા જોવા મળે છે.

વિડિયોમાં લગભગ ૧૦-૧૨ પાડોશીઓ પોતપોતાના ઘરની બાલ્કનીમાં ઊભા દેખાય છે.તેમના હાથમાં લાંબી લાકડીઓ સાથે બાંધેલા વાઇનના ગ્લાસ છે.એ લાકડીઓ લંબાવીને બધા ચિયર્સ કરે છે અને ગ્લાસ પાછા પોતાની તરફ ખેંચીને વાઇન પીતાં-પીતાં હસીખુશીની વાતો કરે છે.એ વિડિયો ૨.૯૫ લાખ યુઝર્સે શેર કર્યો છે અને ૬૯ લાખ લોકોએ જોયો છે.

Share Now