– કોન્ટેક્ટ ટ્રેસિંગ અને રોહિંગ્યા મુસ્લિમોના કોરોના ટેસ્ટ કરવા નિર્દેશ
નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયે રોહિંગ્યા મુસ્લિમોને લઇને તમામ રાજ્યોને આદેશ આપ્યો છે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇને આમાંથી કેટલાક લોકો હજુ પણ પોતાના કેમ્પમાં નથી પરત ફર્યા.આ કેમ્પ તેલંગાણા,પંજાબ દિલ્હી અને જમ્મુમાં છે.મંત્રાલયે તમામ રાજ્યોને આના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને રોહિંગ્યા મુસ્લિમોના કોરોના ટેસ્ટ કરવાનું કહ્યું છે.
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચિઠ્ઠી લખીને આદેશ આપ્યા છે કે રોહિંગ્યા અને તબલીગી જમાત વચ્ચે કનેક્શનની તપાસ કરવામાં આવે.રોહિંગ્યા મુસ્લિમ અને તેમના જાણીતાઓના પણ કોવિડ-19 ટેસ્ટ થવા જોઇએ.ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું કે આના સંબંધમાં જરૂરી પગલા પણ ભરવામાં આવે.આ પત્રમાં લખવામાં આવ્યું છે કે એવો રિપોર્ટ આવ્યો છે કે રોહિંગ્યા મુસ્લિમોએ તબલીગી જમાતના ઇજ્તિમા અને અન્ય ધાર્મિક આયોજનોમાં ભાગ લીધો હતો.તેવામાં એવી શક્યતા છે કરે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોઇ શકે છે.