શર્જીલ ઈમામ સામે ‘રાષ્ટ્રવિરોધી’ ભાષણ કરવા બદલ ચાર્જશીટ

284

દિલ્હી પોલીસે જેએનયૂના રિસર્ચ સ્કોલર શર્જીલ ઈમામ વિરુદ્ધ દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. 13 ડિસેમ્બર 2019ના રોજ જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઈમામે શાહીનબાગમાં દેશને તોડવાની વાત કરી હતી.ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ જામિયાનગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તોફાન થયા હતાં.

આ અગાઉ નાગરિકતા કાયદાના વિરોધમાં દેશભરમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી શર્જીલ ઈમામે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.સૂત્રોના જણાવ્યાં મુજબ પૂછપરછ દરમિયાન શર્જીલે સ્વીકાર્યું હતું કે જે વીડિયોમાં તે ભાષણ આપતો જોવા મળી રહ્યો છે તે તેનો જ છે. તેને ખબર હતી કે આ પ્રકારના ભાષણો આપવાથી પોલીસ તેની ધરપકડ કરી શકે છે.આમ છતાં તેણે ભડકાઉ ભાષણો આપ્યાં.

સમગ્ર તપાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી પોલીસે હવે શર્જીલની સામે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.આ તરફ શર્જીલના વકીલે જણાવ્યું છે કે તેઓ આ ચાર્જશીટની સામે કાયદાકીય લડાઇ લડશે.

Share Now