– વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ્સની સાથે ઉત્પાદન પણ શરુ કરાયું હોવાનું ઓક્સફોર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકે પુષ્ટિ કરી
નવી દિલ્હી,
કોરોના વાયરસ હાહાકાર વચ્ચે દુનિયાભારમાં વૈજ્ઞાનિકો આ જીવલેણ વાયરસની રસી શોધળા મથામણ કરી રહ્યા છે.કોરોનાથી વિશ્વભરમાં 22 લાખ લોકો પ્રભાવિત થયા છે અને દોઢ લાખથી વધુના મોત થયા છે.યુએસ,ચીન,બ્રિટન,ભારત સહિત તમામ દેશો આ મહામારીને નાથવા માટે દવાની શોધમાં લાગી ગયા છે.બ્રિટનના કેટલાક વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી શોધવામાં સફળ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બ્રિટનના ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં વેક્સીનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સારા ગિલ્બર્ટે કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે.શુક્રવારે પત્રકાસોને માહિતી આપતા ગિલબર્ડે વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં બજારમાં રજૂ થશે તેમ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે અમે એક સંભવિત મહામારી પર કામ કરી રહ્યા હતા જેને એક્સ નામ અપાયું હતું.આ માટે યોજના સાથે કામ કરવાની જરૂર હતી.
વૈજ્ઞાનિકો દ્વારા ChAdOx1 ટેકનિકનો ઉપયોગ કરીને 12 વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું.અમને એક ડોઝમાં જ પ્રતિકાર શક્તિને લઈને વધુ પરિણામ મળ્યું છે.જ્યારે આરએનએ તેમજ ડીએનએ ટેકનિકથી બે અથવા બેથી વધુ ડોઝની જરૂર પડે છે.પ્રોફેસર ગિલબર્ટે આ રસીના ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરાયા હોવાની માહિતી આપતા સફળતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોરોના સામેના જંગમાં ઉપયોગી આ રસીનો દસ લાખ જેટલો જથ્થો સપ્ટેમ્બરમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકશે.