કોરોના જંગમાં ભારતને સન્માન, સ્વિસ પર્વતમાળાને તિરંગાથી રોશન કરાઈ

284

નવી દિલ્હી, તા.18 એપ્રિલ 2020, શનિવાર

– કોરોના સામેની લડાઈમાં વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાઈ રહી છે

પર્યટકોના ફેવરિટ એવા યુરોપિયન દેશ સ્વીટર્ઝલેન્ડે પણ કોરોના સામેની લડાઈમાં ભારતને સન્માન આપ્યુ છે.સ્વીટર્ઝલેન્ડના આલ્પ્સ પર્વતમાળામાં આવેલા 14000 કરતા વધારે ફૂટ ઉંચા મેટરહોર્ન પર્વતને લાઈટ આર્ટિસ્ટ ગેરી હોપસ્ટેટરે લાઈટિંગની મદદથી તિરંગા અને દેશના નકશા વડે રોશન કર્યો હતો. સોશ્યલ મીડિયા પર આ તસવીર લોકોના દીલ જીતી રહી છે.ભારતના વિદેશ સેવાના એક અધિકારી ગુરલીન કૌરે આ તસવીર ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, સ્વીટર્ઝલેન્ડે બતાવ્યુ છે કે,તે કોરોના સામેની લડાઈમાં ભારતની સાથે છે.હિમાલયથી લઈને આલ્પ્સ સુધીની દોસ્તી માટે સ્વીટર્ઝલેન્ડનો આભાર.

દરમિયાન પીએમ મોદીએ આ તસવીર પોતે પણ રિટ્વિટ કરી હતી અને કહ્યુ હતુ કે,દુનિયા આખી કોરોના સામે લડી રહી છે.માનવતાની આ રોગચાળા પર અવશ્ય જીત થશે.

Share Now