નવી દિલ્હી, તા.18 એપ્રિલ 2020, શનિવાર
– 20 એપ્રિલથી નેશનલ હાઈવે પર ફરી એક વખત વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે.
કોરાના અને દેશવ્યાપી લોકડાઉનના પગલે ટોલ ટેક્સમાં અગાઉ 26 દિવસની છુટ આપવામાં આવી હતી. જોકે સરકારના આ નિર્ણયનો ટ્રક ટ્રાન્સોપર્ટેશન સાથે જોડાયેલા લોકો દ્વારાવિરોદ કરવામાં આવી રહ્યો છે.કોરોના વાયરસના કહેરના પગલે 25 માર્ચથી નેશનલ હાઈવે પ રટોલ ટેક્સ લેવાનુ બંધ કરાયુ હતુ.જેથી જરુરિયાની વસ્તુઓની અવરજવરમાં આસાની રહે અને સમય ના બગડે.
જોકે સરકારના નવા આદેશનો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.સંગઠનનુ કહેવુ છે કે,આ બહુ મોટી ભૂલ છે. સરકાર ઈચ્છે છે કે,આવશ્યક સેવાઓનો સપ્લાય ચાલુ રહે તો અમે સરકારને તમામ તકલીફો વેઠીને સહયોગ આપી રહ્યા છે.એમ પણ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગની કમર તુટેલી છે ત્યારે સરકારના આદેશથી વધારે મુસીબત સર્જાશે.સંગઠનનો દાવો છે કે,ટ્રકના પરિવહનથી થતી આવકનો 20 ટકા હિસ્સો ટોલ ટેક્સ ચુકવવામાં જાય છે.