કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એક મોટું પગલું ભર્યું છે.યુપી સરકારે આવશ્યક સેવાઓમાં આવતા ૧૧ પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની અનુમતિ આપી દીધી છે.હાલ સતર્ક પ્રક્રિયા ઉદ્યોગોના સંચાલનની અનુમતિ આપી દેવામાં આવી છે.
સ્ટીલ રિફાઈનરી, સિમેન્ટ, રસાયણ, વસ્ત્ર ઉદ્યોગ, ફાઉન્ડરીઝ, પેપર, ટાયર, ખાંડની મિલો ચલાવવાની અનુમતિ આપી દેવામાં આવી છે.સાથે જ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રથમ ચરણમાં મોટાભાગે ૫૦ ટકા શ્રમિકોની સાથે યુનિટ ચલાવવાની અનુમતિ આપવામાં આવશે.આ સમયે પ્રશાસનિક કાર્યાલયો પણ ખોલવાની અનુમતિ નહીં હોય.આ સિવાય હોટસ્પોટ વિસ્તારમાં યુનિટ ચલાવવા પર પ્રતિબંધ હશે.ઓદ્યોગિક પરિસરની નવી ગાઇડલાઇન પ્રમાણે સૅનિટાઇઝેશન કરાવવામાં આવે અને શ્રમિકોની સંખ્યાના હિસાબે થર્મલ સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવે.યુનિટમાં સૅનિટાઇઝર, માસ્ક અને પાણીની વ્યવસ્થાનો પણ નિર્દેશ કરી દેવામાં આવ્યો છે.