કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે ઓનલાઈન વેપારીઓને છૂટ આપવામાં આવી તે રિટેલ વેપારીઓ સાથે અન્યાય સમાન
નવી દિલ્હી,
કોંગ્રેસે શનિવારે લોકડાઉનના સમયગાળામાં છૂટક વેપારીઓની સ્થિતિની તરફેણ કરતા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો કે તેઓ ઈ-કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણની છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કરી રહ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા અજય માકને રિટેલ વેપારીઓને બરોબરની તક પુરી પાડવા માગ કરી હતી તેમજ ગૃહ મંત્રાલયને ઓનલાઈન વેચાણ માટે માર્ગદર્શિકા જાહેર કરવા જણાવ્યું હતું. રિટેલ વેપારીઓની દુકાનો છેલ્લા એક મહિનાથી બંધ પડી છે અને તેમના પ્રમુખ પ્રતિસ્પર્ધીઓએ ધંધો શરૂ કરી દીધો છે. બિન આવશ્યક ચીજવસ્તુઓના ઓનલાઈન વેચાણને છૂટ આપવામાં આવી છે.રિટેલ વિક્રેતાઓ સાથે આ અન્યાય થઈ રહ્યો છે અને સરકારે આવી મંજૂરી ના આપવી જોઈએ તેમ માકને જણાવ્યું હતું.
અગાઉથી જ નાનના વેપારીઓ નોટબંધી અને જીએસટીનો બેવડો માર સહન કરી રહ્યા હતા.આ ઉપરાંત ઓલાઈન જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાથી તેમના ધંધા પર જોખમ ઉભું થયું હતું.એક મહિનાથી વધુ સમયથી દુકાનો લોકડાઉનમાં બંધ છે ત્યારે છૂટક વેપારીઓની કમર તૂટી ગઈ છે.
દુકાનદારોને પગાર ચુકવવો પડે છે,ભાડું,નિયત વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સ ચુકવવો પડતો હોય છે.જ્યારે ગૃહ મંત્રાલયે ઈ કોમર્સ કંપનીઓ તેમજ તેમના ડીલિવરી વાળા વાહનોને 20 એપ્રિલથી મંજૂરી આપી દીધી છે.કેન્દ્ર સરકારના પરિપત્રમાં ઈ કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજવસ્તુના વેચાણથી રોકવામાં નથી આવી.અણે સરકાર અને ગૃહ મંત્રાલય સમક્ષ માગ કરીએ છે કે તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે કે ઈ કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજો વેચવા છૂટ અપાઈ છે કે કેમ.સરકારે એવા પગલાં લેવા જોઈએ જેથી છૂટક વેપારીઓ પણ યોગ્ય તક પ્રાપ્ત થઈ શકે તેમ માકને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તાના મતે સરકારે નાના વેપારીઓને ઉગારવા નક્કર પગલાં લેવા જોઈએ.અમે માગ કરીએ છે કે સરકાર નાના વેપારીઓ ઉપરનો ફિક્સ વીજ ચાર્જ માફ કરે તેમજ તેમના પરનું પગારનું ભારણ સૂક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગ ક્ષેત્રની સમાન કરે.નોકરીઓની દ્રષ્ટિએ રિટેલ સેક્ટર દેશમાં ઉપલબ્ધ કરાવાયેલ કુલ રોજગારીના 20 ટકા હિસ્સો ધરાવે છએ.માકને જણાવ્યું હતું કે આ ક્ષેત્રે 2.72 કરોડ પરિવારને રોજગારી પુરી પાડી રહ્યું છે.અન્ય રાજ્યોએ પણ કોંગ્રેસ શાસિત પંજાબ અને રાજસ્થાનની જેમ બિન રહેણાક જોડાણ પરના નક્કી વીજ ચાર્જને બે માસ મુલતવી રાખવા જેવા પગલાં લેવા જોઈએ