– મિશિગનની રાજધાની સેન્સિંગમાં કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં રાઇફલ અને ગન લઇને બહાર નીકળ્યા હતા. કેટલાક કારોમાં બેઠા હતા તો કેટલાકે ટ્રાફિક જામ કરી દીધો હતો
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાના મોટા ભાગના દેશો લૉકડાઉન છે,અમેરિકામાં પણ લૉકડાઉન કરવામાં આવ્યુ છે,પણ અમેરિકામાં લૉકડાઉનના કારણે પ્રચંડ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાના રિપોર્ટ સામે આવ્યા છે.
કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે,મિશિગન,મિન્નેસોટા,કેન્ટુકી,ઉટાહ,નોર્થ કેરોલિના,ઓહિયો એવા કેટલાક રાજ્યોમાં લૉકડાઉનનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. લોકો વિરોધ કરવા માટે રસ્તાં પર ગન અને ફ્લેગ લઇને ઉતર્યા છે.ખાસ વાત છે કે વિરોધ કરનારા કેટલાક રાજ્યોમાં રિપબ્લિકન ગર્વનર છે તો કેટલાકમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે.પ્રદર્શનકારીઓ લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડનારી ખરાબ અસરના મુદ્દાને ઉઠાવી રહ્યાં છે.
વળી,બીજીબાજુ કોરોના વાયરસના કારણે હજારો લોકો બે રોજગાર થઇ ચૂક્યા છે.લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.લોકો લૉકડાઉન અને કેટલાક પ્રતિબંધો પણ કંટાળ્યા છે.ટ્રમ્પ સરકારે અમેરિકાના લોકો માટે 1200 ડૉલરની આર્થિક સહાય પેકેજની પણ જાહેરાત કરી છે.શુક્રવારે ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી લૉકડાઉન વિરુદ્ધ પ્રદર્શનને ટ્વીટ કરીને પોતાનુ સમર્થન આપ્યુ છે.ટ્રમ્પે -LIBERATE MINNESOTA! LIBERATE MICHIGAN! LIBERATE VIRGINIA જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
મિશિગનની રાજધાની સેન્સિંગમાં કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં રાઇફલ અને ગન લઇને બહાર નીકળ્યા હતા.કેટલાક કારોમાં બેઠા હતા તો કેટલાકે ટ્રાફિક જામ કરી દીધો હતો.નોંધનીય છે કે,અમેરિકામાં કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 40553 પર પહોંચી ગઇ છે.છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે,દેશમાં સંક્રમિતોની સંખ્યા 763,832 લાખ પર પહોંચી ગઇ છે,આમાં 71003 લોકો સાજા થઇ ચૂક્યા છે.