બૈજીંગ તા. ર૦ : કોરોના વાયરસ મહામારી બાબતે કેટલાય દેશો ચીનની ટીકા કરી રહ્યા છે.ડીસેમ્બર ર૦૧૯માં કેસો જાહેર થયા પછી જ અનુમાન લગાવાઇ રહ્યું છે કે આ વયરસ ત્યા વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી(ડબલ્યુ આઇવી) અથવા નજીકની સી ફુડ માર્કેટમાંથી નીકળ્યો છે.આ ડબલ્યુઆઇવી લેબમાં ૧પ૦૦ થી વધારે ઘાતક વાયરસો રખાયેલા છે,જે લીક થાય તો દુનિયાભર માટે નવો ખતરો બની શકે છે ડબલ્યુ આઇવીની પી-૪ પ્રયોગશાળામાં તેના પર રીસર્ચ-પ્રયોગ કરવામાં આવે છે.
આ દરમ્યાન બ્રીટીશ મીડીયાગ્રુપ ધ મેલના રિપોર્ટ અનુસાર,વુહાન લેબની અંદરની દુર્લભ તસ્વીરો જાહેર થઇ છે.આ તસ્વીરો લેબમાંથી એક ભયાનક લીકેજ તરફ ઇશારો કરે છે,જેને બૈજીંગ દ્વારા છુપાવવામાં આવ્યું છે.તસ્વીરોમાં વાયરસના અલગ અલગ પ્રકારોને સંગ્રાહિત કરવા માટે વપરાતા રેફ્રીજરેટરોમાંથી એકના દરવાજા પર તુટેલું સીલ દેખાઇ રહ્યું છેતેમાં બેટ કોરોના વાયરસ પણ સામેલ છે.આવી તસ્વીરો પહેલીવાર ર૦૧૮માં સરકારી માલિકીના ચાઇના ડેઇલી અખબારે પ્રકાશિત કરી હતી.ગયા મહિને ટવીટર પર આ રેફ્રીજરેટરના તુટેલા સીલના સલના ફોટાઓ મુકાયા હતા જેને પછી ડીલીટ કરી દેવાયા હતા.તેમાં એક પર ટીકા પણ કરાઇ હતી કે મે મારા રસોડામાં રાખેલ ફ્રીઝમાં આનાથી વધુ સારૂ સીલ લગાવેલું છેે.