નવી દિલ્હી, તા.21 એપ્રિલ 2020, મંગળવાર
– કોરોના વાયરસનો કહેર રાષ્ટ્રપતિ ભવન બાદ હવે સંસદ ભવન સુધી પહોંચ્યો છે.
લોકસભા સચિવાલયમાં હાઉસ કિપિંગ વિભાગમાં કામ કરતા એક કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.તેની દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ પહેલા રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં પણ કોરોના વાયરસના કારણે એક કર્મચારીના સબંધીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.જેના કારણે રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં રહેતા 125 પરિવારોને આઈસોલેશનમાં મકોલવામાં આવ્યા હતા.
સચિવાલયમાં કામ કરનાર મહિલાની માતાનુ ગામમાં મોત થયુ હતુ.તે અને તેનો પરિવાર અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ગયા હતા.એ પછી તેનામાં કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવાયો હતો.આ ટેસ્ટમાં તે પોઝિટિવ નીકળી હતી.જોકે પરિવારના બાકીના સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.