
એજન્સી, વોશિંગ્ટન
કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે અમેરિકાએ ફરી એકવાર ચીન પર હુમલો કર્યો છે.અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે,કોરોના અંગેની માહિતી છુપાવવાના કારણે વિશ્વને અસહ્ય દર્દ મળ્યુ છે અને ચીને હવે તેની કિંમત ચુકવવી પડશે. વિદેશ મંત્રીએ કહ્યું કે,અમેરિકા બીજા દેશોની સાથે મળીને કામ કરી રહ્યું છે અને તેમને સમજી રહ્યું છે કે, કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાનમાંથી જ થઇ છે.જો કે વાયરસ ક્યાંથી આવ્યો તે સમજવાની જવાબદારી ચીનની છે. તેમણે બેન શાપિરો શોમાં શુક્રવારે કહ્યું કે,ચીનને ડિસેમ્બર 2019થી વાયરસ અંગે માહિતી હતી.
પોમ્પિયોએ કહયું કે,અમે અમેરિકામાં થયેલા મોતો અને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છીએ અને તેના માટે જવબદાર પક્ષોની જવાબદારી નક્કી કરવી પડશે.વૈશ્વિક આર્થિક વ્યવ્થા સંપુર્ણ રીતે નાશ પામી ચુકી છે.કુટનીતિન રીતે આપણે વિશ્વના દેશો સાથે વાત કરી રહ્યા છીએ,યોગ્ય પગલા ઉઠાવવામાં અર્થવ્યવસ્થાને ફરી ખોલવામાં વધારે મદદ કરી રહ્યા છીએ અને યોગ્ય સમય આવ્યે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પણ ચાલુ કરવામાં આવી શકે જેથી વ્યાપાર શરૂ થઇ શકે.
અમે તે દેશો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી તેમને સમજવામાં આવી શકે.આ વાયરસની ઉત્પ્તી ચીનનાં વુહાનમાં થઇ અને ચીનની સરાકરને તેના અંગે ડિસેમ્બર 2019માં નિશ્ચિત માહિતી હતી.એક રાષ્ટ્ર સ્વરૂપે તેઓ પોતાનાં માળખાગત કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે એટલું જ નહી તેઓ વિશ્વસ સ્વાસ્થય સંગઠનનાં આંતરરાષ્ટ્રીય સ્વાસ્થય નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહ્યા અને ત્યાર બાદ આ બધાને છુપાવવા માટે તેમણે અનેક ગણી મહેનત કરી.તેમણે આરોપ પણ લગાવ્યો કે,વિશ્વની આ મહામારી સામે રક્ષણ કરવા માટેના પોતાના મિશનમાં વિશ્વ સ્વાસ્થય સંગઠન પણ અસફળ રહ્યું છે.