નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020 મંગળવાર
કોરોના સામે દેશ લડી રહ્યો છે, ત્યારે દિલ્હીમાં લોકડાઉનની સ્થિતિમાં રાહત મળી છે,દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પશુ ચિકિત્સક,પ્લમ્બર અને વિજળી કર્મીઓ પરથી રોક હટાવી દીધી છે.
દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણે આ આદેશમાં હેલ્થ વર્કર્સ,લૈબ ટેકનિશિયન અને વૈજ્ઞાનિકોને આંતર રાજયની યાત્રામાં પણ છૂટછાટ આપી છે. દિલ્હીમાં આજથી ઇલેકટ્રશિયન,પ્લંબર,અને વોટર પ્યૂરિફાયર અને મૈકિનિકને છૂટ-છાટ આપવામાં આવી છે,દિલ્હી સરકારે તેમના આદેશમાં સ્ટુડન્ટ માટે એજયુકેશન બુક સ્ટોર,અને ઇલેકટ્રિક ફેનની દુકાનને ખોલવાની પણ મંજૂરી આપી છે.
દિલ્હીમાં રિકવરી રેટ ઘણો સારો
દિલ્હીમાં ગત રોજ 293 નવા કેસ સામે આવ્યા છે.સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 2918 પર પહોંચી ગઈ છે.સારી વાત એ છે કે, વિતેલા 24 કલાકમાં 8 દર્દી સાજા થઈ ગયા છે. એક પણ દર્દીનું મોત થયુ નથી.કોરોના બાબતે દિલ્હીનો રિકવરી રેકોર્ડ પણ ઘણો સારો છે. દિલ્હીમાં રિકવરી રેટ 30 ટકા છે,જ્યારે રાષ્ટ્રીય સ્તરે 22 ટકા છે.
ચિંતાનો વિષય આ છે
ચિંતાનો વિષય એ છે કે, દિલ્હીમાં કોરોના સતત સ્વાસ્થ્ય કર્મીઓને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે.રોહિણીમાં ડૉ.આંબેડકર હોસ્પિટલમાં 32 આરોગ્ય કર્મીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યાની ખબર આવી છે.જેમાંથી ડૉક્ટર્સ અને નર્સ પણ સામેલ છે.રોટરી કેંન્સર હોસ્પિટલની એક નર્સ અને તેના બે બાળકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.