કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી જોઇએ : શિવસેના

275

– ગુજરાતના પ્રવાસીઓને ઉત્તરાખંડના હરિદ્વારથી પાછા લાવવામાં દેખાડી, એવી જ તત્પરતા પ્રવાસી મજૂરોના મામલામાં પણ બતાવે

મુંબઈ :કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ બંધ વચ્ચે શિવસેનાએ સોમવારે કહ્યું કે પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શિવસેનાએ કહ્યું કે એવા ઘણા મજૂરો ઝૂપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં રહે છે જે કોરોના વાયરસથી ખુબ જ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે.શિવસેનાએ પોતાન મુખપત્ર ‘સામના’ માં કહ્યું છે કે,આ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તે એવા મજૂરોના ઘરે પહોંચવા માટે ટ્રેન અને બસોની વ્યવસ્થા કરે.તેમા આગળ કહેવામાં આવ્યું કે જો આ મજૂરો આમ જ રસ્તાઓ પર જમા થતા રહ્યા તો તેમના સ્વાસ્થ્યને ખતરો પેદા થઇ શકે છે.સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓથી પાછળ ન હટી શકે.સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકારે જે પ્રકારની તત્પરતા ગુજરાતના પ્રવાસીઓને ઉત્તરાખંડના હરિદ્વારથી પાછા લાવવામાં દેખાડી,એવી જ તત્પરતા પ્રવાસી મજૂરોના મામલામાં પણ બતાવાશે.

Share Now