
ભારતીય ફિલ્મ ઈ્ન્ડસ્ટ્રિના ધૂરંધર એકટર ઈરફાન ખાન દુનિયામાં રહ્યા નથી.53 વર્ષીય ઈરફાન ખાનનું કેન્સરની બીમારી સામે લડતા અવસાન થયુ છે. જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે ઈરફાનનો પહેલો પ્રેમ ક્રિકેટ હતો.2014માં ઈરફાને પોતે ખુલાસો કર્યો હતો કે,હું યુવા અવસ્થામાં ક્રિકેટર બનવા માંગતો હતો.સી કે નાયડુ ટ્રોફી માટે મારી પસંદગી પણ થઈ ગઈ હતી.જયપુરમાં હું મારી ટીમમાં સૌથી નાનો હતો.જોકે મને પૈસાની જરુર હતી, 600 રુપિયા મારે જોઈતા હતા અને મને ખબર નહોતી પડી રહી કે,ઘરેથી પૈસા કેવી રીતે માંગુ.તે દિવસે મેં નક્કી કર્યુ હતું કે,હું ક્રિકેટમાં કેરિયર નહીં બનાવુ.
એ પછી ઈરફાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો હતો.આ માટેના 300 રુપિયા પણ ઈરફાનની બહેને આપ્યા હતા. ઈરફાને કહ્યું હતું કે, ક્રિકેટ છોડવાનો નિર્ણય બહુ સમજી વિચારીને લીધો હતો.ક્રિકેટ કરતા ફિલ્મમાં કેરિયર વધારે લાંબુ હોય છે.જોકે ઈરફાનને ટી 20 ક્રિકેટ પસંદ નહોતું.તેઓ કહેતા કે આ ફોર્મેટથી ક્રિકેટને નુકસાન પહોંચી રહ્યું છે.