દિલ્હી પોલીસને સીએએ અને એનઆરસી વિરોધી આંદોલનને લઈ મહત્વની કડી હાથ લાગી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આ માટે મિડલ ઈસ્ટ (આરબ દેશો) તરફથી ફંડિંગ મળ્યું હતુ.તેમાં જામિયા મિલિયા ઈસ્લામિયા અને શાહિન બાગ સ્થિત અન્ય વિસ્તારોમાં થયેલા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગે મુસલમાન હતા.સોમવારે (27 એપ્રિલ, 2020) પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસે આ પ્રમાણે કહ્યુ હતુ.રવિવારે જામિયા એલુમનાઈના અધ્યક્ષ શિફા ઉર રહમાનની ધરપકડ કરવામાં આવી હતી.
હવે તેને કોર્ટે 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અનુસાર, પૂછપરછ કરતા માલુમ પડ્યુ છે, કે આરોપી શિફા ઉર રહમાનને આરબ દેશોમાં વસેલા જામિયાન મિલિયા ઈસ્લામિયા એલુમનાઈ એસોસિએશનના સભ્યો તરફથી ફંડિંગ મળ્યુ હતુ. રમહાન તમામ પ્રદર્શન સ્થળોની વચ્ચે સમન્વય બનાવાનું કામ પણ કરતો હતો.ફંડિંગ કરનાર આરબના કેટલાય દેશોમાં ફેલાયેલા છે.રહમાનનું નામ કોંગ્રેસના નેતા ઈશરત જહાની પૂછપરછમાં બહાર આવ્યુ હતુ.
ઈશરત જહાની સાથે ખાલિદ સૈફઈ,મિરાન હૈદર,સફોરા જરગર,ગુલિસિફા અને તાહિર હુસૈનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.આ સિવાય પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના 3 સભ્યો પણ પોલીસના પંજામાં છે.દિલ્હીમાં વિવિધ પ્રદર્શન સ્થળો પર સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં થયેલા પ્રદર્શનોની રુપરેખા શિફા ઉર રહમાને તૈયાર કરી હતી.તેને તમામ જગ્યાએ જઈ ભડકાઉ ભાષણ આપ્યા અને ફેબ્રુઆરીમાં રમખાણો ફેલાવવામાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.
રહમાને અમીર અને બદ્રી આલમ નામના બે વ્યક્તિઓ અને જામિયા કોઓર્ડિનેશન કમિટીના અન્ય લોકો સાથે મળી દિલ્હીના કેટલાય પ્રદર્શન સ્થળોની મુલાકાત કરી હતી.હજુ તેની પૂછપરછ ચાલી રહી છે.એટલા માટે જ દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે,કેટલાય અન્ય શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. જેની માહિતી રહમાન પાસેથી પૂછપરછ દ્વારા કઢાવી શકાશે.જણાવાઈ રહ્યુ છે, કે આ પ્રદર્શનો અને રમખાણોમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવી હતી.
રહમાન સામે હવે ટેક્નિકલ ડેટા રાખીને કસ્ટડિયલ ઈન્ટરોગેશન કરવામાં આવશે.ફેબ્રુઆરીમાં થયેલા હિન્દુ વિરોધી રમખાણોમાં 53 લોકોના મોત નિપજ્યા હતા.આ બધુ સીએએ વિરોધી પ્રદર્શનોથી શરૂ થયુ હતુ.ત્યારબાદ તાહિર હુસૈન જેવા લોકોએ દિલ્હીમાં કતલેઆમ મચાવ્યો હતો.રમખાણો પાછળના ષડયંત્રની તપાસ પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.