– ગૃહિણીઓ ચિંતામાં: મોંઘવારીમાં ઘર કેમ ચલાવવું? : લોકડાઉન પુરૂ થશે તો પણ ભાવ વધારો ચાલુ જ રહેશે
નવી દિલ્હી, તા.૩૦: કોરોના વાઇરસના સંક્રમણ અટકાવવા માટે રાષ્ટ્રિય લોકડાઉનના ૩૬ દિવસ થઇ ગયા છે સામાન્ય નાગરિકની જમવાની થાળી મોંઘી બની જવા પામી છે.જમવાની થાળી મોંઘી બનવાનું કારણ જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં ૨૦ ટકા ઉપરાંતનો વધારો છે.આ સ્થિતિમાં ગૃહિણીઓની ઉંદ્ય હરામ થઇ ગઇ છે.કેવી રીતે દ્યર ચલાવવું તે પણ તેમના માટે પ્રશ્ન થઇ ગયો છે.ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવાઇ જવા પામ્યા હોવાથી તેની આગામી સમયમાં વ્યાપક અસરો જોવા મળી શકે તેમ છે.લોક ડાઉનમાં જીવન જરૂરી ચીજોના ટ્રાન્સપોર્ટેશનને મુકિત આપવામાં આવી હોવા છતાં જે રીતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે, કેટલીક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ગ્રાહકોની મજબૂરીનો લાભ લઇને કરવામાં આવ્યો છે.ગરીબ અને મધ્યમવર્ગ ૩૬ દિવસથી દ્યેર જ છે.રોજે રોજની મજૂરી- સ્વતંત્ર વ્યવસાય કરીને આવક મેળવનારાઓની હાલત કફોડી બની છે અને આગામી સમય હવે કેવો આવશે તેની ચિંતા છે ત્યારે જ જીવન જરૂરી ચીજોનો ભાવ વધારો અસહ્ય બની રહ્યો છે.ઘઉં,ચોખા,તુવેરદાળ, ખાંડ,સિંગતેલ,મગ,મગની દાળ,ચણાદાળ સહિતની ચીજોના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
જથ્થાબંધ બજારની તુલનાએ છુટક બજારમાં ભાવમાં ભડકો વધુ છે.સામાન્ય ગ્રાહકોની મજબૂરીનો લાભ પણ લેવાઇ રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં પણ મોંદ્યવારીની અસર જોવા મળી રહી છે.જથ્થાબંધ ભાવની તુલનાએ છૂટકમાં વેચાતી ચીજોના ભાવમાં દ્યણો જ તફાવત જોવા મળે છે.હાથીખાનાના એક અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ પ્રારંભના દિવસોમાં આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા પાછળનું કારણ ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો હતું.જોકે છેલ્લા કેટલાક દિવસથી ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા હલ થઇ ગઇ હોવાનો સરકારનો દાવો છે ત્યારે ભાવમાં વધારો ચાલુ રહ્યો છે તે સૂચક બાબત ગણાય છે.