RTI / માલ્યા-ચોક્સીની દેવામાફી: ગુજરાતના ભાજપના નેતા મોદી સરકાર પર બગડ્યાં

308

– ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ભાજપ સરકાર પર જ મોટા પ્રહાર કર્યા હતા.વ્યાસે પ્રહાર કરતા કહ્યું હતું કે,બેંકોએ 68 હજાર કરોડ મોટા માણસોના માંડવાળ કર્યા છે.બેંકો રાજી થઇ ગઇ કે આ મોટા માણસો પાસેથી પૈસા નથી જોઇતા. આ સમગ્ર માહિતી એક વ્યક્તિએ દ્વારા RTIની માહિતી માંગવામાં આવી હતી તેમાંથી મળી હતી.RTIમાં સપ્ટેબર-2019 સુધીની માહીતી મળી હતી.જો સપ્ટેબર સુધીની આટલી હોય તે એપ્રિલ સુધીની કેટલી હોય? 1 લાખ કરોડ સુધી આંકડો પહોંચ્યો હોત.

– ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર : મોટા લોકો બેંકોના રૂપિયા ખાઈ ગયા : બેંકોએ 68 હજાર કરોડ માંડવાળ કર્યા

જયનારાયણ વ્યાસે કહ્યું કે, 19 માર્ચ 2020 સુધી 50 લોકો 68 હજાર કરોડ ખાઈ ગયા. મોટા લોકો બેંકોના રૂપિયા ખાઈ ગયા છે. 10 મોટા માથાઓની બેંકોએ કરોડોની માંડવાળ કરી.વ્યાસે વધુમાં કહ્યું કે, મેહુલ ચોક્સી એકલા 8078 કરોડ ખાઈ ગયા.ડાયમંડ કિંગ મેહુલ ચોક્સી ( ગીતાંજલી જ્વેલર્સ) 5492 કરોડ ખાઈ ગયા છે.તેમની જીલી, નક્ષત્ર બ્રાન્ડ આ બન્ને થઇને 1477 કરોડ અને 1109 કરોડ આમ 8078 કરોડ ખાઈ ગયા.

વ્યાસે વધુમાં કહ્યું,આ દેશમાં શું ચાલે છે,તે ખબર નથી પડતી.બાબા રામદેવ અને બાલકૃષ્ણ રુચિસોયાએ 2212 કરોડની માંડવાળ કરી,સંદિપ ઝૂંઝૂન વાલા અને સંજય ઝૂંઝનના 4314 કરોડ બેંકોએ માંડવાળ કર્યા,હરિશ મહેતા (ફોર એવર જ્વેલરી)ના 1962 કરોડ માંડવાળ કર્યા,વિજય માલ્યા (કિંગફિશર એરલાઇન)ના 1943 કરોડ બેંકોએ માંડવાળ કર્યા,જતીન મહેતા (વિન્સમ જ્વેલર)ના 4076 કરોડની રકમ માંડવાળ કરી,કોઠારી ગૃપ (રોટોમેક કંપની)ના 2850 કરોડની રકમ બેંકોએ માંડવાળ કરી છે.

Share Now