3 મે બાદ પણ નહિ ચાલે ટ્રેન, રેલવેએ IRCTCથી ઓગસ્ટ સુધી બુકિંગ બંધ કર્યું

295

નવી દિલ્હીઃ લૉકડાઉનને પગલે ભારતીય રેલવેની સેવાઓ બંધ છે.પેસેન્જર ટ્રેનની સેવા સંપૂર્ણપણે ઠપ્પ છે.લૉકડાઉનમાં જ્યાં ત્યાં ફસાયેલા લોકો ટ્રેન ખુલવાનો આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે.લોકોને ટ્રેન ખુલવાનો ઈંતેજાર છે પરંતુ આ ઈંતેજાર હજી લંબાઈ શકે છે.લૉકડાઉન પૂરું થયા બાદ એટલે કે 3 મે બાદ પણ ટ્રેન ના ચલાવવાનો ફેસલો લેવામાં આવી શકે છે.ધી હિન્દુના રિપોર્ટ મુજબ લૉકડાઉન બાદ પણ ટ્રેન સર્વિસ શરૂ થવાના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.ટ્રેન સર્વિસ શરૂ કરતા પહેલા રેલવેને કોવિડ-19 સેફ્ટી પ્રોટોકોલ પૂરા કરવાનો પડકાર છે.

2 મે બાદ પણ નહિ ચાલે ટ્રેન, ઓગસ્ટ સુધી બુકિંગ બંધ કર્યું

રિપોર્ટ મુજબ કોવિડ 19ના સેફ્ટી પ્રોટોકોલને લઈ રેલવે તૈયારી કરી રહી છે.સફર દરમિયાન અને રેલવે સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે લાગૂ કરવામાં આવે, સંક્રમિત વ્યક્તિને સફર કરવાથી કેવી રીતે રોકી શકાય.સંક્રમણને ફેલાતું કેવી રીતે રોકી શકાય,આ બધી બાબતે રેલવે તૈયારી કરી રહી છે, પરંતુ લૉકડાઉન બાદ ટ્રેન સર્વિસ ખુલશે તેની ઉમ્મીદ બહુ ઓછી છે.જ્યારે IRCTCથી પણ ટ્રેન ટિકિટોનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

લૉકડાઉન બાદથી ટ્રેન વ્યવહાર શરૂ થવાનો ઈંતેજાર કરી રહેલ કરોડો લોકોને ઝાટકો લાગી શકે છે.ટ્રેન સેવા શરૂ થવાનો ઈંતેજાર કરી રહેલ લોકોને હાથ નિરાશા લાગી છે.ભારતીય રેલવેએ એક મોટો ફેસલો લેતા ઓગસ્ટ સુધી ટિકિટ બુકિંગ રોકી દીધું છે.જણાવી દઈએ કે અગાઉ લૉકડાઉન દરમિયાન ટ્રેન ખુલવાની અપેક્ષાએ લાખો લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી લીધી.લોકોને લાગ્યું કે લૉકડાઉન ખતમ થતા જ ટ્રેન ચાલવા લાગશે,પરંતુ આવું ના થયું.લોકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવવી પડી.જે બાદ લૉકડાઉન 2 લાગતા જ રેલવે મંત્રલાયે આઈઆરસીટીસી પર ટિકિટ બુકિંગને લઈ આગલા આદેશ સુધી રોક લગાવી દીધી.દેશમાં લૉકડાઉન લાગુ થવાથી ભારતીય રેલવેને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.માત્ર 30 એપ્રિલ સુધી જ 32 લાખ લોકોએ ટિકિટ બુક કરાવી હતી.જેમમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી જ 21.17 લાખ યાત્રીઓએ પોતાની ટિકિટ બુક કરાવી હતી. રેલવેએ ઓગસ્ટ સુધી ટ્રેન ટિકિટની બુકિંગ પર રોક લગાવી દીધી છે.

ટ્રેનના પરિચાલનને લઈ ફેસલો નથી થયો

રિપોર્ટ મુજબ રેલવે બોર્ડ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઝોનલ રેલવેના અધિકારીના સંપર્કમાં છે.હજી સુધી ટ્રેન સર્વિસ શરૂ કરવાને લઈ કોઈ ફેસલો લેવાયો નથી.જ્યારે રેલવે ઑથોરિટી કોવિડ 19ના સેફ્ટી પ્રોટોકોલને લઈ તૈયારી કરી રહ્યું છે.લોકોની ભીડ કંટ્રોલ કરવાને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે રેલવેએ મેડિકલ અને એક્સીડેંટ રિલીફ ટ્રેન, પર્યાપ્ત મેન પાવર સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રેલવેની આ તૈયારી છે

કોવિડ 19 મહામારીને જોતા ટ્રેનના સંચાલનને લઈ રેલવેએ કેટલીય તૈયારીઓ કરી છે.
હાલ રેલવે માત્ર સ્લીપર ટ્રેન ચલાવવા પર વિચાર કરી રહ્યું છે.
ટ્રેનના કોચથી મિડલ બર્થ હટાવવામાં આવી રહ્યા છે.
ટ્રેનમાં માત્ર કંફર્મ ટિકિટ વાળા યાત્રીઓને જ યાત્રા કરવાની મંજૂરી હશે.
ટ્રેનના સમયથી 1 કલાક પહેલા યાત્રીઓએ સ્ટેશન પહોંચી સુરક્ષા તપાસ અને સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.
માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સની વ્યવસ્થા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટ્રેનના એન્ડ ટૂ એન્ડ સેનિટાઈઝેશનની તૈયારી કરવામાં આવી રહી છે.

Share Now