કેરળમાં કોરોના સંક્રમિત પત્રકારે કલેકટરનો ઇન્ટરવ્યૂ લેતા કલેકટરને ક્વોરન્ટાઇન થવા આદેશ

466

કારસગોડ : કોરોનાને કારણે જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો લોકો સંક્રમિત થયા છે.જેમાં પોલીસ કર્મીઓ, તબીબો મેડીકલ ક્ષેત્રના લોકો , મ્યુનિસિપલ તંત્ર અને અન્ય સેવા સાથે સંકળાયેલા લોકો જીવના જોખમે કામ કરે છે.ત્યારે કેરળના કારસગોડ જિલ્લાના કલેકટરને પણ ક્વોરન્ટાઇન થવાની જરૂર પડી છે વાત એમ છે કે કેરળની સ્થાનિક ટીવી ચેનલ સાથે સંકળાયેલા એક પત્રકારે કલેકટર ડી અજીત બાબુનો ૧૯મી એપ્રિલે ઇન્ટરવ્યુ કર્યો હતો.જે બાદ થોડા દિવસ બાદ આવેલા રિપોર્ટમાં આ ચેનલના પત્રકારને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા કલેકટરને તેમજ તેમના ડ્રાઇવર,ગનમેન અને અન્ય સ્ટાફ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઇન થવા કહી દેવામાં આવ્યુ છે.

સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા કલેક્ટર ડી અજીત બાબુએ આ વાતને સમર્થન આપ્યુ હતુ.આ મામલો સામે આવ્યા બાદ તમામ કર્મચારીઓને કેરળ સરકારે સામાજિક અંતર જાળવવા તેમજ જરૂરી પગલાં ભરવા કહ્યુ છે તો ન્યૂઝ ચેનલના ઘણા સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવા જણાવ્યુ છે.પત્રકારોને કોરોના પોઝિટિવ થયાના અનેક કિસ્સાઓ સમગ્ર દેશમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે સરકાર તરફથી પત્રકારો સાથે વાતચીત કરનાર અધિકારીઓના પણ કેસ પોઝિટિવ આવાની સંભાવનાઓને જોતા હવે મોટાભાગના રાજ્યોમાં પત્રકાર પરિષદ ના બદલે ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે.જેથી કોરોના સંભવિત સંક્રમણથી બચી શકાય.જિલ્લા કલેકટરની વાત કરીએ તો તેમને સમગ્ર જિલ્લાની ખૂબ મહત્વની જવાબદારી ઓ નિભાવવાની હોય છે ત્યારે કેરળ સરકારે તમામ કલેકટરોને સાવચેત રહેવા સૂચન કર્યું છે.

Share Now