UNમાં ભારતની વાત રાખનારા સૈયદ અકબરુદ્દીન થયા રિટાયર

331

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન આજે રિટાયર થયા છે.આ પદ પર તેઓ વર્ષ 2016થી હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં પક્ષને મજબૂતીથી રાખવાને લઇને તેમને ઘણી જ વાહવાહી મળતી હતી.હવે વિદેશ મંત્રાલયનાં મુખ્યાલયમાં આર્થિક સંબંધોનાં સચિવ તરીકે કામ કરી રહેલા તિરુમૂર્તિને ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી

સૈયદ અકબરુદ્દીને યૂએનનાં સેક્રેટરી જનરલ સાથે અંતિમ વાર વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી. તેમણે કહ્યું કે, ‘જવાથી પહેલા મારી એક વિનંતી છે.ભારતીય પંરપરા પ્રમાણે જ્યારે આપણી મળીએ છીએ તો અમે લોકો હેલ્લો નથી કહેતા, ના હાથ મિલાવીએ છીએ, પરંતુ હમે નમસ્તે કહીએ છીએ. આ માટે હું વાત ખત્મ કરવાથી પહેલા નમસ્તે કહેવા ઇચ્છુ છું.જો તમે પણ આવું કરી શકો તો હું મારા સાથીને તસવીર લેવા માટે કહીશ.’

મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો

ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં હેડ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ગ્લોબલ આતંકવાદી જાહેર કરાવવામાં અકબરુદ્દીને ઘણો જ મહત્વનો રોલ નિભાવ્યો હતો.ચીન સતત આનો વિરોધ કરતુ રહ્યું છે, પરંતુ અકબરુદ્દીન હાર માનવા માટે તૈયાર નહોતા.આખરે તેને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો.આ ઉપરાંત ગ્લોબલ મંચ પર ચીન તરફથી કાશ્મીર મુદ્દો ઉઠાવવાનાં પ્રયત્નોને પણ અકબરુદ્દીને નિષ્ફળ કર્યા હતા.

Share Now