સરકાર કદાચ સેનાના ખર્ચમાં કાપ મૂકે; 80,000 કરોડ બચી શકે

279

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટને લીધે કેન્દ્ર સરકાર આર્થિક તંગી અનુભવી રહી છે.આવી સ્થિતિમાં સરકાર સેનાના ખર્ચમાં કાપ કરે એવી શક્યતા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાપ 40 ટકા સુધીનો હોવાની શક્યતા છે.જોકે સરકારે આ કાપને સેનાની સેલરીને આનાથી અલગ રાખવાનો નિર્ણય લીધો છે.સેનાના અન્ય ખર્ચાઓમાં 20થી 40 ટકાનો કાપ મૂકાવાની શક્યતા છે.સંરક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ આ વાત જણાવી હતી.જો સરકાર ખર્ચમાં 20 ટકા સુધીનો કાપ મૂકે તો રૂ.40,000 કરોડ સુધીની બચત થશે.આ સિવાય 40 ટકા કાપ મૂકવામાં આવશે તો રૂ. 80,000 કરોડની બચત થશે.

પહેલા ત્રિમાસિક ગાળામાં 15થી 20 ટકાનો કાપ

અહેવાલ મુજબ દિલ્હીમાં સંરક્ષણ વિશ્લેષકોથી વાત કરતાં ડિફેન્સ ઓફિસે એ ખબરોની પુષ્ટિ કરી હતી,જેમાં કહ્યું હતું કે સેનાના ખર્ચામાં કાપ મૂકવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં સરકારે સેનાના ખર્ચમાં 15થી 20 ટકાનો કાપ મૂકવાની વાત કરી હતી.કોરોના સંકટ સામેના જંગમાં જરૂરી ફંડ એકત્ર કરવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે.આના હેઠળ કેન્દ્ર સરકારે 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનનરોના મોંઘનવારી ભથ્થાના વધારાને જુલાઈ, 2021 સુધી અટકાવી દીધો હતો.

રાજ્ય સરકારોએ પણ ખર્ચમાં કાપ મૂક્યો

કેન્દ્ર સરકારના નિર્ણય પછી રાજ્ય સરકારે પણ ખર્ચમાં કાપ મૂકવાની શરૂઆત કરી હતી.યુપી સરકારે રાજ્ય કર્મચારીઓના ડીએ સહિત ભથ્થાંમાં વધારાને અટકાવ્યા હતા.આટલું જ નહીં, પગાર કાપ પછી પેટ્રોલિયમ ઉત્પાદનો પર પણ સરકારે ટેક્સ વધારે એવી શક્યતા છે.

Share Now