બૉલિવુડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ તેમના ફેન્સ શોકમાં છે.તેમના ચાહકો હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે ઈરફાન ખાન હવે તેમની વચ્ચે નથી.બ્રેઈન ટ્યુમર સામે લડી રહેલ ઈરફાન ખાનને કોલન ઈન્ફેક્શન વધવા પર મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં 29 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઈરફાન ખાનના નિધન બાદ તેમની સાથે જોડાયલ ઘણી ન સાંભળેલી વાતો સામે આવી રહી છે.હવે ફિલ્મ ઈગ્લિંશ મીડિયમના શૂટિંગ દરમિયાન રાજસ્થાન ઉદયપુરમાં ઈરફાના ડ્રાઈવર રહેલા વ્યક્તિએ તેમના વિશે અમુક ચોંકાવનારી વાતો જણાવી છે.
ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર આવ્યા હતા ઈરફાન
દૈનિક ભાસ્કરના સમાચાર અનુસાર આ વાત ગયા વર્ષની છે.જ્યારે ફિલ્મ ઈંગ્લિશ મીડિયમના શૂટિંગ માટે ઈરફાન ખાન રાજસ્થાનના ઉદયપુર આવ્યા હતા.અહીં ઈરફાન ખાનને હોટલથી લાવવા અને લઈ જવાની જવાબદારી નરપત સિંહ આસિયા નામના ડ્રાઈવરની હતી જે આ દરમિયાન તેમની સાથે ઘણા હળીમળી ગયા.ઈરફાનના નિધનના સમાચાર જ્યારે નરપત સિંહે સાંભળી તો તે રોઈ પડ્યા.નરપત સિંહે ઈરફાન વિશે જણાવતા કહ્યુ કે તે ઘણીવાર શૂટિંગ બાદ તેમના ઘરે આવતા હતા અને તેમની માના હાથની બનેલી ચા પીતા હતા.
‘શિવમંદિરમાં જળ ચડાવ્યા બાદ ગાયને ખવડાવતા હતા ચારો’
નરપતસિંહે એ દિવસોને યાદ કરતા આગળ જણાવ્યુ, ‘ઈરફાન ખાન જ્યારે હોટલથી શૂટિંગ માટે નીકળતા હતા તો સીધા ત્યાં નહોતા જતા પરંતુ સૌથી પહેલા ઉદયપુરના એક શિવ મંદિરમાં જતા હતા.ઈરફાન ત્યાં જઈને ભગવાન મહાદેવની મૂર્તિ પર જળ ચડાવતા અને મંદિરમાં હાજર ગાયને ચારો પણ ખવડાવતા.ઈરફાન ખાન જેટલા દિવસ ઉદયપુરમાં રહ્યા,તે રોજ એ મંદિરમાં જતા હતા.શિવ મંદિરમાં જળ ચડાવ્યા બાદ જ ઈરફાન ખાન શૂટિંગ માટે જતા હતા. ‘
‘તેમણે મને જિંદગીભરની ખોટ આપી દીધી’
ઈરફાન ખાનના નિધન બાદ તેમની પત્ની સુતાપા સિકંદરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી હતી જે ઘણી વાયરલ થઈ. આ પોસ્ટમાં સુતાપાએ લખ્યુ,’મે ગુમાવ્યુ નથી મે દરેક રીતે મેળવ્યુ છે.’ ત્યારબાદ વધુ એક નિવેદન જારી કરીને સુતાપાએ કહ્યુ,’માત્ર એક વસ્તુ છે,જેની મને ફરિયાદ છે,તેમણે મને જિંદગીભર માટે ખોટ આપી છે. તેમની પરફેક્શન માટે કોશિશ, મને કોઈ પણ વસ્તુમાં સામાન્ય નથી રહેવા દેતી.એક લય હતી જે તેમણે હંમેશા દરેક વસ્તુમાં જોઈ હતી,મુશ્કેલીમાં પણ. તો મે એ લયના સંગીત પર ગાવાનુ અને નાચવાનુ શીખી લીધી હતુ.અમારી જિંદગી અભિનયની માસ્ટર ક્લાસ હતી એટલા માટે જ્યારે એક વગર બોલાવેલા મહેમાને પ્રવેશ કર્યો તો શીખ્યુ કે કેવી રીતે સામંજસ્ય બેસાડવાનુ છે.’