– પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારના કામદારોએ મુંડન કરાવ્યું : રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા
સુરત : કોરોના વાયરસનું સક્ર્મણ અટકાવા લૉક્ડાઉન જાહેર કરાયું છે.પરપ્રાંતીય કારીગરોને પોતાના વતન જવાની છૂટ આપવામમાં આવી છે.જયારે યુપી,બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી સુરતના પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 70થી 80 કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.આ સાથે કામદારોએ સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.લોકડાઉનને પગલે ઉદ્યોગ-ધંધા બંધ થઇ જતા રોજગારી માટે સુરત આવનાર પરપ્રાંતિય કામદારોની કફોડી હાલત થઇ છે.હાલમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ઓડિસાના કામદારોને વતન મોકલવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે.પરંતુ હજી પણ યુપી,બિહાર અને ઝારખંડના કામદારોને વતન મોકલવામાં માટે રાજય સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.તેવા સંજોગોમાં પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતા અને પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં રહેતા યુપી,બિહાર અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.