નવી દિલ્હી તા. પ : દેશમાં લોકડાઉનની મુદત ૧૭ મે સુધી લંબાવ્યા પછી રિઝર્વ બેંક હવે બેંક લોનના હપ્તામાં આપેલી મુદતને ત્રણ મહીના વધુ લંબાવવા પર વિચાર કરી રહી છે.રિઝર્વ બેંકે કોરોના મહામારીને નિયંત્રીત કરવા લગાવાયેલા લોકડાઉનના કારણે પ્રભાવિત લોકોની મદદ માટે ત્રણ મહિના બેંક લોનના હપ્તા ચુકવવામાં છૂટ આપી છે.આ છૂટ ૩૧ મે સુધીની અપાઇ હતી.સુત્રોનું કહેવું છે કે હવે જયારે સરકારે લોકડાઉનને ૧૭ મે સુધી લંબાવ્યું છે ત્યારે એવું મનાઇ રહયું છે ક હપ્તાની ચુકવણીમાં છૂટની મુદતને પણ લંબાવી શકાય છે ભારતીય બેંક સંઘ સહિત ઘણાં ક્ષેત્રોમાંથી આ મુદત લંબાવવા માટેના સુચનો આવ્યા છે.ત્રોનું કહેવું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને ૧૭ મે સુધી લંબાવવાથી આવકનું પૈડું ઝડપથી આગળ ન વધી શકે.આ સ્થિતીમાં ઘણા ઉદ્યોગો,કંપનીઓ અને વ્યકિતઓ પોતાની લોનનો હપ્તો નહીં ચુકવી શકે.રિઝર્વ બેંકની ૩ મહિનાની મુદત ૩૧ મે એ પુરી થવાની છે. જાહેર ક્ષેત્રના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે આ પરિસ્થિતિમાં હપ્તા ભરવા માટેની છૂટને વધુ ત્રણ મહિના લંબાવવાનું પગલું વ્યવહારૂ ગણાશે.તેમણે કહયું કે આવા મુશ્કેલ સમયમાં આવા પગલા લોન લેનાર અને બેંક માટે મદદરૂપ બનશે.