સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવને ગ્રીન ઝોન જાહેર કર્યા.બાદ સોમવારે મોડી સાંજથી દમણના આબકારી હુકમ જાહેર કરી.દમણમાં છૂટક અને જથ્થાબંધ શરાબના વેપારીઓને બંધ બોટલમાં શરાબ વેચવાની છૂટ આપી છે.જેને કારણે મંગળવારથી સંઘપ્રદેશની વાઇન શોપ પર શરાબ શોખીનોની ભીડ જોવા મળી રહી છે.શરાબના વિક્રેતાઓને લોકડાઉનની શરતો મુજબ દારૂ વેચવાની છૂટ અપાય છે.જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ હેઠળ બે ગ્રાહકો વચ્ચે છ ફૂટનું અંતર અને સાથે જ માસ્ક વગરની કોઈ પણ વ્યક્તિને દારૂનું વેચાણ ન કરવા તથા સેનેટાઇઝર ઉપયોગ કરી પુરી સાવચેતી રાખવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરતા લોકો જોવા મળ્યા
દીવમાં લોકડાઉનના 42 દિવસ બાદ દારુની દુકાનો ખુલતા જ લોકોની ભીડ જામી હતી દારૂ ખરીદવા માટે લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા.તો અહિ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરતા લોકો જોવા મળ્યા.